રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન પાક્કા, જાણો કેવી રીતે સાંસદના પ્રેમમાં પડ્યો ક્રિકેટર
Rinku Singh and Priya Saroj Are Getting Married: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિન્કુ સિંહ અને સપા સાંસદ પ્રિયા સરોજના લગ્નને પરિવારજનોએ મંજૂરી આપતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે. રિન્કુ સિંહ ટૂંકસમયમાં સમાજવાદી પાર્ટીના નેતા અને યુપીના મછલીશહરમાંથી સાંસદ પ્રિયા સરોજ સાથે લખનઉમાં સગાઈ કરશે.
પ્રિયા સરોજના પિતા અને સપાના પૂર્વ સાંસદ તૂફાની સરોજે બંનેના પ્રેમ સંબંધની ખાતરી આપતાં જણાવ્યું છે કે, 'બંનેના સગપણ થઈ ગયા છે. ટૂંકસમયમાં સગાઈ કરશે, હાલ તારીખ નક્કી થઈ નથી.'
આ રીતે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો
અલીગઢનો રહેવાસી અને ડિલિવરી મેનનો દિકરો રિન્કુ સિંહ ઉભરતો ભારતીય સ્ટાર ક્રિકેટર છે. તેણો થોડા જ સમયમાં પોતાના આકર્ષક પર્ફોર્મન્સના કારણે નામ અને પ્રસિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશના મછલીશહરની યુવા સાંસદ અને રાજકરણી પરિવારમાં ઉછરેલા પ્રિયા સરોજ એક મિત્ર વતી રિન્કુ સિંહને મળ્યા હતા. બાદમાં બંને વચ્ચે મુલાકાતો વધી અને પ્રેમ પાંગર્યો.
તુફાની સરોજે જણાવી પ્રેમ કહાની
પ્રિયા સરોજના પિતા તુફાની સરોજે જણાવ્યું કે, પ્રિયાની એક બહેનપણીના પિતા ક્રિકેટર છે. જેમના વતી પ્રિયાની ઓળખાણ રિન્કુ સિંહ સાથે થઈ હતી. બંનેએ પહેલી મુલાકાત બાદ વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમ સંબંધ વધતાં બંનેએ પોતાના ઘરે પરિવારજનો સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરિવારજનોએ હામી ભરતાં બંનેના સગપણ કરવામાં આવ્યાં.
સગાઈ અને લગ્ન લખનઉમાં થશે
68 વર્ષીય સપા નેતા તુફાની સરોજે કહ્યું હતું કે ‘2024માં સાંસદ તરીકે ચૂંટાનારા પ્રિયા હાલ બજેટ સત્રમાં વ્યસ્ત છે. રિન્કુ ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝ રમવામાં વ્યસ્ત રહેશે. આથી બંને પાસે અત્યારે સમય ન હોવાથી હાલ સગાઈ થશે નહીં બજેટ સત્ર પૂરું થયા બાદ બંનેની પહેલાં સગાઈ અને પછી લગ્ન થશે. સગાઉ લખનઉમાં યોજાશે, જ્યારે જૌનપુર અને અલીગઢમાં રિસેપ્શન યોજાશે. જેમાં ક્રિકેટ અને રાજનીતિની દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ ભાગ લેશે. ઉલ્લેખનીય છે, અગાઉ તુફાની સરોજે જ આ બંનેના લગ્નની વાત માત્ર અફવા હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે ખાનગી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'ભારતીય ક્રિકેટર રિંકૂ સિંહના પરિવારે અમારા મોટા જમાઈને રિંકૂ અને પ્રિયાના સંબંધને લઈને વાત કરી હતી. બંનેના લગ્નની વાત થઈ હતી, જેના પર વિચાર કરી રહ્યા છીએ. લગ્નનો મામલો છે એટલા માટે ઘણું બધું સમજી વિચારીને નિર્ણય લેવો પડશે, પરંતુ સગાઈના સમાચાર સાચા નથી