Get The App

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનતાં ગૌતમ ગંભીરને કેટલો પગાર મળશે? BCCIએ દ્રવિડને કેટલાં ચૂકવ્યા?

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનતાં ગૌતમ ગંભીરને કેટલો પગાર મળશે? BCCIએ દ્રવિડને કેટલાં ચૂકવ્યા? 1 - image


Image Source: Freepik

Gautam Gambhir Salary: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે 9 જુલાઈના રોજ ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ માટે ગૌતમ ગંભીરના નામ પર મહોર લગાવી દીધી હતી. સત્તાવાર રીતે ગૌતમ ગંભીરની રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. ગૌતમ ગંભીર 2027 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે. તાજેતરમાં જ પોતાની મેન્ટરશીપમાં કોલકાતા નાઈટ રાઈડર્સને IPL 2024માં ચેમ્પિયન બનાવનાર આ દિગ્ગજનો કાર્યકાળ શ્રીલંકા પ્રવાસથી શરૂ થશે. આ દરમિયાન દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ગૌતમ ગંભીરનો કેટલો પગાર છે?  વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ તેના હેડ કોચને આ જવાબદારી માટે કેટલા પૈસા ચૂકવી રહ્યું છે? ગૌતમ ગંભીરનો પગાર કેટલો?

દ્રવિડને વાર્ષિક 12 કરોડ રૂપિયા મળતા હતા

મીડિયા સૂત્રોનું માનીએ તો ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકની નાણાકીય ઔપચારિકતાઓ હજુ પૂર્ણ થવાની બાકી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમનો પગાર હજુ નક્કી કરવાનો બાકી છે. ગંભીરનો પગાર રાહુલ દ્રવિડ અને રવિ શાસ્ત્રીના સમાન હોવાની અપેક્ષા છે. આ કામ માટે દ્રવિડને વાર્ષિક 12 કરોડ રૂપિયા મળતા હતા. BCCIના એક સૂત્રએ કહ્યું કે, ગૌતમ માટે જવાબદારી સંભાળવી વધુ મહત્વપૂર્ણ હતું, પગાર અને અન્ય બાબતો પર કામ કરવામાં આવી શકે છે.  આ 2014માં રવિ શાસ્ત્રીના સમાન કિસ્સો છે, જેમાં તેમને પ્રથમ વખત હેડ કોચ ડંકન ફ્લેચરની જગ્યાએ ક્રિકેટના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. જે દિવસે રવિ જોડાયો, તેની પાસે કોન્ટ્રાક્ટ પણ ન હતો અને પાછળથી તમામ વસ્તુઓ પૂર્ણ કરવામાં આવી હતી. ગૌતમના કેસમાં પણ હજુ કેટલીક બાબતો પર કામ ચાલી રહ્યું છે. તેનો પગાર રાહુલ દ્રવિડ જેટલો જ હશે.

ત્રણ વર્ષ અને તમામ પડકાર

હાલમાં ગંભીર માટે સૌથી મહત્વપૂર્ણ બાબત ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન આવનારા તમામ પડકાર માટે તૈયાર થવા માટે શ્રેષ્ઠ સપોર્ટ સ્ટાફ રાખવાનો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જો ગંભીરને પોતાની ટીમ મળશે જે NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)ના કોચ સાથે મળીને કામ કરશે. ગંભીરે કહ્યું હતું કે, 'ક્રિકેટ મારો જુસ્સો છે અને હું BCCI, નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ, સપોર્ટ સ્ટાફ અને સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓ સાથે મળીને કામ કરવા આતુર છું કારણ કે અમે આગામી ટુર્નામેન્ટમાં સફળતા હાંસલ કરવાની દિશામાં કામ કરીશું. 

સપોર્ટ સ્ટાફ અંગે અટકળો શરૂ

ગંભીરના કોર સપોર્ટ સ્ટાફમાં કોણ હશે તે અંગે પણ ભારે દિલચસ્પી બની છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એકેડેમીના પ્રમુખ અભિષેક નાયરના સામેલ થવા અંગે અટકળો લગાવવામાં આવી રહી છે, જે IPL ફ્રેન્ચાઈઝી KKRના મહત્વપૂર્ણ વ્યૂહરચનાકારોમાંના એક છે. સૌથી મહત્વની વાત એ છે કે તે વર્તમાન કેપ્ટન રોહિત શર્માના નજીકના મિત્રોમાંથી એક છે. BCCIના એક અધિકારીએ બોલિંગ કોચ માટે બે સંભવિત ઉમેદવારો તરીકે એલ બાલાજી અને ઝહીર ખાનના નામ રજૂ કર્યા છે. અહેવાલો પ્રમાણે આર વિનય કુમારનું નામ પણ સામે આવી રહ્યું છે જેને ગંભીરની પસંદગી માનવામાં આવી રહી છે.


Google NewsGoogle News