WPL લીગ જીતનારી ટીમ RCBને કેટલા રૂપિયા મળશે પ્રાઇઝ મની? PSL કરતાં છે ડબલ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
WPL લીગ જીતનારી ટીમ RCBને કેટલા રૂપિયા મળશે પ્રાઇઝ મની? PSL કરતાં છે ડબલ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 18 માર્ચ 2024 સોમવાર

મહિલા પ્રીમિયર લીગ 2024 પોતાના અંજામ સુધી પહોંચી ગઈ. તેના ફાઈનલમાં રવિવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવ્યુ. આ વર્ષે WPL ને નવુ ચેમ્પિયન મળ્યુ છે. ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે આ ખિતાબ જીત્યો હતો. શું તમને ખબર છે આ વર્ષે મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીતનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ અને રનર અપ દિલ્હી કેપિટલ્સની ટીમને કેટલી રકમ મળી છે. 

આઈપીએલની જેમ મહિલા પ્રીમિયર લીગમાં પણ વિજેતા ટીમ પર રૂપિયાનો વરસાદ થાય છે. તમે તેનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે મહિલા પ્રીમિયર લીગની ઈનામી રકમ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) માં વિજેતા ટીમને મળનારી રકમથી બમણી છે.

પીએસએલ પણ મહિલા પ્રીમિયર લીગની પાછળ

મહિલા પ્રીમિયર 2023માં વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ટ્રોફી જીતવાના ઈનામ તરીકે છ કરોડ રૂપિયાની રકમ મળી હતી. રનર અપ દિલ્હી ટીમને 3 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રીતે આ વખતે પણ વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા જ્યારે રનર અપ ટીમ દિલ્હી કેપિટલ્સને 3 કરોડ રૂપિયા મળ્યા. પીએસએલમાં વિજેતા ટીમને આ વખતે 120 મિલિયન પાકિસ્તાની રૂપિયા એટલે કે ભારતીય રૂપિયા અનુસાર 3.5 કરોડ રૂપિયા મળશે એટલે કે WPL થી લગભગ અડધા અને રનરઅપ ટીમથી થોડા વધારે. પીએસએલમાં રનરઅપ ટીમને 1.4 કરોડ રૂપિયા મળશે. જે મહિલા પ્રીમિયર લીગની રનરઅપ ટીમથી બિલકુલ અડધુ છે. પીએસએલની ફાઈનલ 18 માર્ચે રમવામાં આવશે.

આઈપીએલમાં વિજેતા ટીમને મળે છે આટલા રૂપિયા

આઈપીએલની તુલનામાં WPL માં મળનારી પ્રાઈઝ મની ખૂબ ઓછી છે. ગયા વર્ષે આઈપીએલ ચેમ્પિયન બનનારી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને 20 કરોડ રૂપિયા પ્રાઈઝ મની તરીકે મળ્યા હતા. રનરઅપ ગુજરાત ટાઈટન્સને 12.5 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. જોકે, મહિલા પ્રીમિયર લીગમાં ચેમ્પિયન ટીમને મળનારી રકમની તુલના જો પાકિસ્તાન સુપર લીગ (PSL) થી કરીએ તો મોટુ અંતર નજર આવે છે. મહિલા પ્રીમિયર લીગમાં જીતનારીટીમને પીએસએલ ચેમ્પિયનની તુલનામાં લગભગ બમણી રકમ મળે છે.

WPL 2024 ફાઈનલ બાદ વહેંચવામાં આવેલા એવોર્ડ્સની લિસ્ટ

પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ મેચ (ટ્રોફી અને એક લાખ રૂપિયા) : શેફાલી વર્મા

સિક્સેસ ઓફ ધ મેચ (ટ્રોફી અને એક લાખ રૂપિયા) : શેફાલી વર્મા

પ્લેયર ઓફ ધ મેચ (ટ્રોફી અને 2.5 લાખ રૂપિયા): સોફી મોલીન્યૂક્સ

પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન (ટ્રોફી અને પાંચ લાખ રૂપિયા): જ્યોર્જિયા વેરહામ

સિક્સેસ ઓફ ધ સીઝન (ટ્રોફી અને પાંચ લાખ રૂપિયા): શેફાલી વર્મા

ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન (ટ્રોફી અને પાંચ લાખ રૂપિયા): શ્રેયાંકા પાટિલ

ફેરપ્લે એવોર્ડ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

કેચ ઓફ ધ સીઝન એવોર્ડ (ટ્રોફી અને પાંચ લાખ રૂપિયા): સજીવન સજના

સીઝનમાં સર્વાધિક વિકેટ માટે પર્પલ કેપ (કેપ અને પાંચ લાખ રૂપિયા): શ્રેયાંકા પાટિલ

સીઝનમાં સર્વાધિક રન માટે ઓરેન્જ કેપ (કેપ અને પાંચ લાખ રૂપિયા): એલિસ પેરી

મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સીઝન (ટ્રોફી અને પાંચ લાખ રૂપિયા): દીપ્તિ શર્મા

રનરઅપ ટીમ (ટ્રોફી અને 3 કરોડ રૂપિયા): દિલ્હી કેપિટલ્સ

વિજેતા ટીમ (ટ્રોફી અને 6 કરોડ રૂપિયા): રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 


Google NewsGoogle News