IPL 2024: પંજાબ કિંગ્સથી કેટલું કમાય છે પ્રીતિ ઝિન્ટા? બીજા કોનું કોનું છે રોકાણ
Image: Facebook
IPL 2024: પ્રીતિ ઝિન્ટાએ લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી અંતર રાખ્યું છતાં તે કરોડો કમાય છે. પ્રીતિ ઝિન્ટાની IPL ટીમ પંજાબ કિંગ્સ છે. આ ટીમથી પ્રીતિ કરોડોની કમાણી કરી લે છે.
પ્રીતિની પંજાબ કિંગ્સની બ્રાન્ડ વેલ્યૂ ખૂબ સારી છે. આ ટીમ પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ અને મોહિત બર્મને મળીને ખરીદી હતી. 2008માં આ લોકોએ 2:1:1ની ભાગીદારી સાથે ટીમ ખરીદી હતી. જેમાં કરણ અને મોહિતની ભાગીદારી 2, અને નેસ, પ્રીતિની 1-1 હતી.
પંજાબ કિંગ્સ પાસેથી પ્રીતિ કેટલુ કમાય છે
IPLનું એક મોડલ છે. જેના હિસાબે રૂપિયાની વહેંચણી થાય છે. IPL મેચના ટીવી રાઈટ્સ 23, 575 કરોડ (ડિઝ્ની સ્ટાર)ને આપવામાં આવ્યાં. ડિજિટલ રાઈટ્સ 3257.50 કરોડ (વાયકોમ 18) ને આપવામાં આવ્યાં. આ રીતે 1-2 બાબતોમાં ડિવાઈડ કરીને આ મોડલને વહેંચવામાં આવ્યું છે. IPLથી ટીમને કમાણી ખૂબ વધુ થાય છે. ચેનલ્સ જેટલામાં મીડિયા અને ડિજિટલ રાઈટ્સ ખરીદે છે. તેમાંથી બીસીસીઆઈ પોતાનું કમિશન લીધા બાદ તમામ ફ્રેન્ચાઈઝીમાં સરખે ભાગે વહેંચી દે છે. રિપોર્ટ અનુસાર 50 ટકા BCCI અને 50 ટકા ફ્રેન્ચાઈઝીને રૂપિયા મળે છે. એટલું જ નહીં પંજાબ કિંગ્સ એડ અને સ્પોન્સરશિપ દ્વારા પણ કરોડો કમાય છે. આ મોડલને જોઈને કહી શકાય છે કે પ્રીતિ ઝિન્ટા એક IPLની સિઝનમાં કરોડોમાં કમાણી કરી લે છે.
આટલું રોકાણ કર્યું છે
પ્રીતિએ 2021માં 350 કરોડ રૂપિયા પંજાબ કિંગ્સમાં ઈન્વેસ્ટ કર્યું હતું. તેની આ ટીમમાં 350 કરોડની ભાગીદારી છે. પ્રીતિ ઝિન્ટાની ટીમે અત્યાર સુધી IPLની કોઈ સિઝન જીતી નથી તેમ છતાં લોકો તેની ટીમને ખૂબ પસંદ કરે છે. પ્રીતિ મોટાભાગે મેચમાં પોતાની ટીમને ચિયર કરવા માટે જરૂર જાય છે.