ક્રિકેટરો પર કરોડો રૂપિયાનો વરસાદ કરતી IPL કેવી રીતે કરે છે કમાણી ? ક્યાંથી આવે છે અધધધ... રૂપિયા, જાણો વિગત
દરેક ઓવર પછી આવતી જાહેરાતની કિંમત દર 10 સેકન્ડ માટે લગભગ 15 લાખ છે
BCCIએ 2023 થી 2027 સુધીનો મીડિયા રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો સિનેમાને 48,390 કરોડ રૂપિયામાં વેચ્યો છે.
Image Twitter |
તા. 28 મે 2023, રવિવાર
IPLની મેચથી દરેક સીઝનમાં ક્રિકેટ ચાહકોને બે મહિના સુધી સંપૂર્ણ મનોરંજન પુરુ પાડે છે. સાંજ પડતાંની સાથે જ દરેક લોકો વ્યક્તિ ટીવી સ્ક્રીન સાથે ગોઠવાઈ જાય છે. પરંતુ આપણામાંથી કોઈએ કયારેય વિચાર્યુ છે કે BCCI અને IPL ટીમ IPLની દરેક સિઝનમાં કેટલી કમાણી કરે છે? ચાલો તેને સમજીએ.
IPL 2023 હવે પુરી થવાના આરે છે. આજે આ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે છે. તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે BCCI દર વર્ષે IPLનું આયોજન કરીને કરોડોની કમાણી કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક સવાલ ઉભો થાય કે આટલી મોટી રકમ ખર્ચીને IPL ફ્રેન્ચાઇઝી ખરીદનારી ટીમને દર વર્ષે કેટલો ફાયદો થતો હશે ? IPLમાં ટીમ ખરીદવી એ દરેક માટે ફાયદાકારક છે. ચાલો આવો આજે BCCIના IPLના આ રેવન્યુ મોડલને વિગતવાર જાણીએ.
વર્ષ 2008માં જ્યારે IPLની શરૂઆત થઈ ત્યારે તે 10 વર્ષ સુધી સોની સાથે રહ્યો હતો
BCCI અને IPL ટીમોની સૌથી મોટી આવકનો સ્ત્રોત ટેલિકાસ્ટ અને ડિજિટલ રાઈડ પર છે. વર્ષ 2008માં જ્યારે IPLની શરૂઆત થઈ ત્યારે તે 10 વર્ષ સુધી સોની સાથે રહ્યો હતો. તે દરમ્યાન સોનીએ 8,200 કરોડની રકમમાં એટલા લાંબા સમયનો કોન્ટ્રાક્ટ મેળવી તેનું બધું દેવુ પુરુ કરી દીધું હતું. હાલમાં BCCIએ 2023 થી 2027 સુધીના પાંચ વર્ષ માટે તેના મીડિયા રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો સિનેમાને 48,390 કરોડ રૂપિયામાં વેચ્યો છે.
હાલમાં IPLમાંથી 30 ટકા રકમ BCCI પોતાની પાસે રાખી લે છે
જેમા આ રકમને એક વર્ષના હિસાબે સમજીએ તો આ રકમ 9,678 કરોડ રૂપિયા થાય છે. અને તેમાંથી 30 ટકા રકમ BCCI પોતાની પાસે રાખી લે છે જ્યારે બાકીની 70 ટકા રકમ IPL ટીમોમાં વહેંચવામાં આવે છે. IPL ની શરૂઆત થઈ તે વર્ષ દરમ્યાન BCCI 50 ટકા રકમ પોતાની પાસે રાખતી હતી. અને હવે આઠને બદલે 10 ટીમો છે. જો કો આ રીતે તેમા ફેરફાર આવતા રહેતા હોય છે.
IPL ટીમોની કમાણીનો બીજો સૌથી મોટો સ્ત્રોત ટાઈટલ સ્પોન્સરશિપ
આ પછી IPL ટીમોની કમાણીનો બીજો સૌથી મોટો સ્ત્રોત ટાઈટલ સ્પોન્સરશિપ છે. આ વખતે આ ટુર્નામેન્ટ ટાટા આઈપીએલ તરીકે ઓળખવામાં આવે છે. આઈપીએલની શરૂઆતના વર્ષોમાં તે DLF IPL તરીકે ઓળખાતી હતી. એ પછી ડ્રીમ ઈલેવન અને વિવો આઈપીએલ પણ રહી હતી. અને ટાટા ગ્રુપ એક સીઝન માટે BCCIને 670 કરોડ રૂપિયા ખર્ચે છે. આ સિવાય વિવો દ્વારા કરારને અધવચ્ચે જ છોડીને જતા રહેવાથી BCCIને દર વર્ષે કુલ 1,124 કરોડની કમાણી થાય છે. આ કમાણીના પૈસા બીસીસીઆઈ પોતાની પાસે રાખે છે જ્યારે અડધા આઈપીએલ ટીમોમાં વહેંચવામાં આવે છે.
દરેક ઓવર પછી આવતી જાહેરાતની કિંમત દર 10 સેકન્ડ માટે લગભગ 15 લાખ
BCCIની આવકનો ત્રીજો મોટો સ્ત્રોત ટીવી જાહેરાતોમાથી આવે છે. આ ઉપરાંત કિટ સ્પોન્સરશિપમાંથી પણ BCCI કમાણી કરે છે. દરેક ઓવર પછી આવતી જાહેરાતની કિંમત દર 10 સેકન્ડ માટે લગભગ 15 લાખ છે. આ સાથે BCCI અમ્પાયરના ડ્રેસથી લઈને ખેલાડીઓના કપડા, હેલ્મેટ અને અન્ય વસ્તુઓનો ખર્ચ જાહેરાતોથી કમાઈ લે છે. આઈપીએલની કુલ આવકમાથી આશરે 20 ટકા રકમ ટીમોમાં વહેચવામાં આવે છે.