ક્રિકેટર્સની જર્સી પાછળનો નંબર કયા આધારે મળે? કારણ એકદમ રસપ્રદ
ખેલાડીઓ માટે જર્સીના નંબરનું ખાસ મહત્વ હોય છે, કેમકે આ નંબર એકસમય બાદ તેની ઓળખ બની જતો હોય છે
એવામાં શું તમને ખબર છે કે ખેલાડીને આ નંબર કેમ મળે છે?
How Crickters get Jersey number: ભારતમાં લોકોને ક્રિકેટ પ્રત્યે એક ગજબ જ લગાવ જોવા મળે છે. જેથી વર્લ્ડકપ ભારતમાં એક મહોત્સવ સમાન છે. આથી આ સમયગાળા દરમ્યાન લોકોને ક્રિકેટ સાથે જોડાયેલી રસપ્રદ માહિતી વિષે જાણવામાં વધુ રસ હોય છે. જયારે મેચ જોતા હોય ત્યારે પ્રશ્ન થાય કે ક્રિકેટરની જર્સીની પાછળ લખેલો નંબર તેને કઈ રીતે મળે છે? શું આ નંબર ખેલાડીને BCCI દ્વારા આપવામાં આવે છે કે તે જાતે જ પસંદ કરે છે? તેમજ શું સચિન કે ધોનીની જર્સીનો નંબર અન્ય કોઈ ખેલાડીને મળી શકે છે?
બોર્ડની કોઈ દખલગીરી નહિ
તો જોઈએ કે આ જર્સી નંબર કેવી રીતે નક્કી કરવામાં આવે છે... આમ જોઈએ તો આ બાબતને લઈને કોઈ સ્પષ્ટ નિયમ નથી. સામાન્યરીતે જર્સી નંબર ટીમ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમાં બોર્ડ કોઈ દખલગીરી કરતુ નથી. તેમજ પોતાની પસંદનો જર્સી નંબર મેળવવા માટે ખેલાડી સ્વતંત્ર હોય છે. પરંતુ શરત એક જ છે કે એ નબરની જર્સી અન્ય કોઈ ખેલાડી પાસે ન હોવી જોઈએ. આથી કહી શકાય કે ખેલાડી પોતે પોતાની જર્સીનો નંબર નક્કી કરે છે.
ખેલાડીઓના જર્સી નંબર પાછળની કહાની
ધોનીએ પોતાની બર્થ ડેટને પોતાનો જર્સી નંબર એટલે કે 7 બનાવ્યો છે. વિરાટ કોહલીની જર્સી નંબર 18 છે. એવો દાવો કરવામાં આવે છે કે વિરાટ કોહલીના પિતાનું 18 ડિસેમ્બર 2006ના રોજ અવસાન થયું હતું. જેના કારણે તેનો જર્સી નંબર 18 છે. કેટલાક અન્ય દાવાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વિરાટ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ્યો ત્યારે તે 18 વર્ષનો હતો, તેથી તેને આ નંબર પસંદ છે.
કહેવાય છે કે દિગ્ગજ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની જર્સી પર કોઈ નંબર નથી. જો કે, કેટલીક તસવીરોમાં તેની જર્સી પર 44 નંબર પણ લખાયેલો જોવા મળ્યો હતો. જયારે યુવરાજ સિંહનો જર્સી નંબર 12 હતો, જે તેની બર્થ ડેટ 12 ડીસેમ્બર પ્રમાણે હતો. આ ઉપરાંત ટીમ ઇન્ડીયાના સ્પિનર આર. અશ્વિની 9 નંબને લકી માને છે, એટલે તેમને 9 નંબરની જર્સી જોઈતી હતી પરંતુ નંબર કોઈ અન્ય ખેલાડીની હોવાથી તેમને 99 નંબર લીધો હતો.
મહાન ખેલાડીઓના જર્સી નંબર પર અટકાયત
એક નિયમ પ્રમાણે ટીમમાં એક જ જર્સી નંબરના બે ખેલાડી ન હોવા જોઈએ. પણ બાબર એ પણ જોવા મળે છે કે સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માના જર્સી નંબર ફ્રીઝ કરવામાં આવ્યા છે. બંને ઘણા સમય પહેલા નિવૃત્ત થઈ ગયા હોવા છતાં હજુ સુધી સચિન અને ધોનીનો જર્સી નંબર અન્ય કોઈ ખેલાડીને આપવામાં આવ્યો નથી. હકીકતમાં, આ ખેલાડીઓના જર્સી નંબર એક રીતે તેમની ઓળખ બની ગયા છે અને બોર્ડ મહાન ખેલાડીઓનું સન્માનના ભાગરૂપે અન્ય કોઈ ખેલાડીને તેમનો જર્સી નંબર આપતું નથી.