પાકિસ્તાન સામે ઓછા સ્કોર છતાં કઈ રીતે જીત્યું ભારત? રોહિત શર્માએ કહ્યું- 'મેં છોકરાઓને કહ્યું કે જો...'
Image: Facebook
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બોલિંગ કરનાર પાકિસ્તાનની ટીમે ભારતને શરૂઆતી ઝટકા આપ્યા પરંતુ ટીમને મુશ્કેલ ક્ષણથી બહાર કાઢતા ઋષભ પંતની ઈનિંગ બાદ જસપ્રીત બુમરાહની અધ્યક્ષતામાં બોલર્સના શ્રેષ્ઠ પ્રદર્શનથી ભારતે ICC ટી20 વર્લ્ડ કપના ગ્રૂપ એ ના વરસાદથી પ્રભાવિત ઓછા સ્કોર વાળી મેચમાં જોરદાર વાપસી કરતા પાકિસ્તાનને છ રનથી હરાવી દીધું. ભારતે માત્ર 120 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની જોરદાર બોલિંગની સામે સાત વિકેટ પર 113 રન જ બનાવી શકી.
પાકિસ્તાન સામે રોમાંચક જીત અંગે રોહિત શર્માનું નિવેદન
અમે સારી બેટિંગ કરી નથી. પોતાની ઈનિંગના અડધા સમયમાં અમે સારી સ્થિતિમાં હતાં. અમે ત્યાં જરૂરી ભાગીદારી કરી નહીં અને બેટિંગમાં પાછળ રહ્યાં. અમે આ પ્રકારની પિચ પર દરેક રનના મહત્વ વિશે વાત કરી. પિચમાં ઘણું બધું હતું. છેલ્લી ગેમની તુલનામાં ઈમાનદારીથી કહું તો આ એક સારી વિકેટ હતી. આ પ્રકારની બોલિંગ લાઈનઅપની સાથે તમે કામ કરવા માટે આશ્વસ્ત અનુભવ કરો છો.
જ્યારે તે બેટિંગ કરી રહ્યાં હતાં ત્યારે અમે તમામને એક સાથે બોલાવ્યા અને કહ્યું કે જો આ અમારી સાથે થઈ શકે છે તો આ તેમની સાથે પણ થઈ શકે છે. તમામનું થોડું-ઘણું યોગદાન ખૂબ મોટું અંતર લાવી શકે છે. બુમરાહ સતત મજબૂત થતો જઈ રહ્યો છે. અમે સૌ જાણીએ છીએ કે તે શું કરી શકે છે. તેના વિશે વધુ વાત કરીશું નહીં. અમે ઈચ્છીએ છીએ કે તે સમગ્ર વર્લ્ડ કપમાં આ માનસિકતા સાથે રમે. તે એક પ્રતિભાશાળી ખેલાડી છે, આપણે સૌ જાણીએ છીએ. દર્શક શાનદાર હતાં. અમે જ્યાં પણ રમીએ છીએ. તે ક્યારેય નિરાશ કરતા નથી. મને વિશ્વાસ છે કે તે ખૂબ હાસ્ય સાથે ઘરે પાછા ફરશે. આ તો બસ શરૂઆત છે, અમારે હજુ લાંબી સફર નક્કી કરવાની છે.