World Cup 2023 Final : છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં યજમાન ટીમ બની છે ચેમ્પિયન, ભારત કરશે ઇતિહાસનું પુનરાવર્તન!
ભારત છેલ્લે ODI World Cup 2011માં તેની યજમાનીમાં ચેમ્પિયન બન્યું હતું
ઓસ્ટ્રેલિયા તેની યજમાનીમાં 2015માં ચેમ્પિયન બન્યું હતું
Image:IANS |
World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. ગત ત્રણ ODI World Cupમાં યજમાન દેશ ચેમ્પિયન બન્યું છે. ભારત છેલ્લે ODI World Cup 2011માં તેની યજમાનીમાં ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયા તેની યજમાનીમાં 2015માં ચેમ્પિયન બન્યું હતું અને ઇંગ્લેન્ડ 2019માં પોતાની યજમાનીમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ભારતીય ટીમે 12 વર્ષ બાદ ODI World Cupના ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જ નહીં પરંતુ સંયોગો અને સંજોગો પણ કહી રહ્યા છે કે આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો વારો ભારતનો છે.
વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં બીજી વખત બન્યું આવ્યું
ODI World Cupના 48 વર્ષના ઈતિહાસમાં આ બીજો અવસર છે જયારે બે દેશ બીજી વખત ફાઈનલમાં રમશે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વર્ષ 1996 અને 2007માં ODI World Cupની ફાઈનલ મેચ રમાઈ હતી. શ્રીલંકા 1996માં વિજેતા બન્યું જયારે ઓસ્ટ્રેલિયાએ 2007માં શ્રીલંકા સામે હારનો બદલો લીધો હતો. ઓસ્ટ્રેલિયા ODI World Cup 2003ની ફાઈનલ મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું હતું. આ વખતે બદલો લેવાનો વારો ભારતનો છે. આ સંયોગ કહી રહ્યું છે કે ભારતીય ટીમ ત્રીજી વખત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.
વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા |
|
વર્ષ |
મેચનું પરિણામ |
1983 |
ઓસ્ટ્રેલિયા 162 રનથી જીત્યું |
1983 |
ભારત 118 રનથી જીત્યું |
1987 |
ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું |
1987 |
ભારત 56 રનથી જીત્યું |
1992 |
ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું |
1996 |
ઓસ્ટ્રેલિયા 16 રનથી જીત્યું |
1999 |
ઓસ્ટ્રેલિયા 77 રનથી જીત્યું |
2003 |
ઓસ્ટ્રેલિયા 9 વિકેટે જીત્યું |
2003 |
ઓસ્ટ્રેલિયા 125 રનથી જીત્યું (ફાઇનલ) |
2011 |
ભારત 5 વિકેટે જીત્યું (ક્વાર્ટર ફાઈનલ) |
2015 |
ઓસ્ટ્રેલિયા 95 રનથી જીત્યું (સેમિફાઇનલ) |
2019 |
ભારત 36 રનથી જીત્યું |
2023 |
ભારત 6 વિકેટે જીત્યું |