India vs Japan : ભારતે જાપાનને 3-0થી હરાવ્યું, એશિયન ચેમ્પિયનશિપમાં સતત પાંચમી મેચ જીતી
India vs Japan Hockey Women’s Asian Champions Trophy 2024 : સેમિફાઈનલમાં જગ્યા બનાવી ચૂકેલા ભારતે રવિવારે એશિયન ચેમ્પિયનશિપમાં જાપાનને 3-0થી હરાવ્યું. આ ભારતનો અંતિમ લીગ રાઉન્ડ મુકાબલો હતો. પાંચ મેચોમાં પાંચ જીત સાથે ભારત સર્વોચ્ચ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જ્યારે ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન (12) બીજા નંબરે છે.
ભારતે પહેલા હાફમાં કોઈ ગોલ નહોતો કર્યો અને ત્યારબાદ બીજા હાફમાં ત્રણ ગોલ કર્યા. ટૂર્નામેન્ટની સૌથી વધુ સ્કોર કરનાર દીપિકા (47મી અને 48મી મીનિટ)એ બે ગોલ કર્યો જ્યારે વાઈસ કેપ્ટન નવનીત કૌરે 37મી મીનિટમાં ભારત માટે ગોલ કર્યો.
ભારત હવે સેમિફાનલમાં આ જ ટીમનો સામનો કરશે. આ મેચ મંગળવારે રમાશે. બીજી સેમિફાઈનલમાં ચીનનો સામનો અંતિમ-ચારની બીજી મેચમાં ત્રીજા સ્થાન પર પહોંચેલા મલેશિયા સાથે થશે. ભારતીય ટીમે આ પહેલા ચાર મેચ રમી છે અને તેણે એકેયમાં હાર નથી મળી. ભારતે પહેલી મેચમાં મલેશિયાને 4-0થી હરાવ્યું હતું. ત્યારબાદ તેમણે કોરિયાને 3-2થી હરાવ્યું.
આ પણ વાંચો : થઈ ગયું કન્ફર્મ! રોહિત શર્મા પર્થ ટેસ્ટમાં નહીં રમે, બોલર કરશે કેપ્ટનશીપ
થાઈલેન્ડ વિરૂદ્ધ ભારતને 13-0થી જીત મળી, જ્યારે ગત મેચમાં ચીનને 3-0થી હરાવ્યું. તેમણે ચાર મેચોમાં 12 પોઈન્ટ મેળવ્યા છે. ત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. દિવસ અને અન્ય મેચોમાં મલેશિયાએ થાઈલેન્ડને 2-0થી હરાવ્યું, જ્યારે ચીને દક્ષિણ કોરિયાને સમાન અંતરથી હરાવ્યું.