પાકિસ્તાન સામે પહેલી જ ઓવરમાં 'હિટમેને' રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ બેટર

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન સામે પહેલી જ ઓવરમાં 'હિટમેને' રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ બેટર 1 - image


Image: Facebook

T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ 9 જૂને ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન એક નવો ઈતિહાસ રચી દીધો. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ટી20I ની પહેલી ઓવરમાં સિક્સ ફટકારનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો.

ટી20 વર્લ્ડ કપ 2024માં 9 જૂને ભારત-પાકિસ્તાનની વચ્ચે મેચ રમાઈ. બાબર આઝમે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાની તક આપી. પહેલી ઓવરમાં રોહિત શર્માનો સામનો શાહીન શાહ આફ્રિદી સાથે થયો. આ ઓવરના ત્રીજા બોલ પર રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો. ટી20I માં શાહીન શાહ આફ્રિદીની પહેલી ઓવરમાં એક શાનદાર સિક્સ ફટકારીને પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો.  

રોહિત વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો

ટી20માં શાહીન આફ્રિદીની પહેલી ઓવરમાં આજ સુધી કોઈ પણ બેટ્સમેને સિક્સ ફટકારી નહોતી, પરંતુ જે કોઈ કરી શક્યું નહોતું તેને રોહિત શર્માએ કરી દીધું. રોહિતે ડીપ સ્ક્વાયર લેગની જેમ સરળતાથી ફ્લિક કરતા શાનદાર સિક્સ ફટકારી. રોહિતનો આ શોટ જોઈને આખું સ્ટેડિટમ ઝૂમી ઉઠ્યું. 

વનડેમાં પણ આ કમાલ કરી ચૂક્યો છે

શાહીન આફ્રિદીના 68 ટી20 મેચમાં આ પહેલી વખત હતું જ્યારે પહેલી ઓવરમાં કોઈ બેટ્સમેને સિક્સ ફટકારી હોય. રોહિત શર્મા જ તે પહેલો બેટ્સમેન છે જેણે વનડેમાં શાહીન આફ્રિદીની પહેલી ઓવરમાં સિક્સ ફટકારી છે. એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં રોહિતે પાંચ ડોટ બોલ રમ્યા બાદ સિક્સર ફટકારીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. 


Google NewsGoogle News