Get The App

રણજીમાં બોલ્ડ કરી હોશ ઉડાવનારા બોલરના ખુદ કોહલીએ કર્યા વખાણ, કહ્યું- બહુ સરસ બોલિંગ હતી

Updated: Feb 2nd, 2025


Google News
Google News
રણજીમાં બોલ્ડ કરી હોશ ઉડાવનારા બોલરના ખુદ કોહલીએ કર્યા વખાણ, કહ્યું- બહુ સરસ બોલિંગ હતી 1 - image

Himanshu Sangwan meet virat kohli : રણજી ટ્રોફીમાં દિલ્હીએ રેલ્વે સામે એક ઇનિંગ અને 19 રનથી શાનદાર જીત મેળવી હતી. જો કે, આ મેચમાં વિરાટ કોહલીના ચાહકો તેના પ્રદર્શનને લઈને નિરાશ થયા હતા. 13 વર્ષના લાંબા સમય પછી કોહલી ઘરેલું ક્રિકેટમાં રમવા અરુણ જેટલી સમયમાં ઉતર્યો હતો. આ મેચમાં પણ કોહલી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તે 15 બોલનો સામનો કરીને માત્ર 6 રન બનાવીએ ઝડપી બોલર હિમાશું સાંગવાન હાથે ક્લીન બોલ્ડ થઇ ગયો હતો.  

મેચ બાદ કોહલીને મળ્યો હિમાશું સાંગવાન 

હકીકતમાં મેચ ખતમ થયા બાદ બોલર હિમાશું સાંગવાન વિરાટ કોહલીને મળવા માટે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો. ત્યારે તેના હાથમાં એ જ બોલ હતો જેનાથી તેણે કોહલીને આઉટ કર્યો હતો. કોહલીએ બોલ જોઈને કહ્યું હતું કે, 'શું આ એ જ બોલ છે જેનાથી તે મને આઉટ કર્યો હતો.' હિમાશુંએ 'હા' કહેતા કોહલીએ કહ્યું કે, 'ખૂબ જ શાનદાર બોલિંગ કરી તમે, મજા આવી ગઈ!' ત્યારબાદ કોહલીએ બોલ પર પોતાની સહી પણ કરી હતી. જેને લઈને તેણે કહ્યું હતું કે, 'મેં તારા વિશે ઘણું સાંભળ્યું છે. તું સારો બોલર છે. ભવિષ્ય માટે શુભકામનાઓ.' 

ઘરેલું ક્રિકેટમાં પણ કોહલીનો કંગાળ દેખાવ

રેલ્વેની બીજી ઇનિંગમાં ચાહકોને આશા હતી કે, કોહલી આ મેચમાં બીજી વખત બેટિંગ કરવા આવશે. પરંતુ સ્પીનર શિવમ શર્માની ઘાતક બોલિંગના કારણે રેલ્વે 30.5 ઓવરમાં 114 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. શિવમે બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટેડિયમમાં કોહલીની એક ઝલક મેળવવા માટે હજારોની સંખ્યામાં પહોંચ્યા હતા. પરંતુ જયારે રેલ્વે ટીમ હારની અણી પર પહોંચી ત્યારે સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ હતી. દિલ્હીએ પહેલી ઇનિંગમાં 374 રન બનાવીને 133 રનની લીડ હાંસલ કરી હતી. સુમિત માથુર 86 રન કરીને પોતાની સદી ચૂકી ગયો હતો. 

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની ફાઈનલમાં આ બે ધરખમ ટીમ પહોંચશે, રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી

ચાહકે સિક્યુરીટી તોડીને મેદાન પર કોહલીને મળવા પહોંચ્યો  

આ મેચ દરમિયાન વિરાટ કોહલીના ચાહકો તેની એક ઝલકથી સંતુષ્ટ થયા ન હતા. તેમને લાગ્યું કે આ કોહલીની ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લી મેચ હોઈ શકે છે. તેથી કેટલાક ઉત્સાહી ચાહકો મેદાનમાં ઉતરી આવ્યા હતા. તેમાંથી બે સગીર હોવાનું જણાયું હતું. એક ચાહકે સિક્યુરિટી તોડીને મેદાનની વચ્ચે જઈને કોહલીને મળવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત, બીજો એક ચાહક સ્ટેડિયમની ગ્રીલ કૂદીને મેદાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે કૂદી શકે તે પહેલાં જ સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો.રણજીમાં બોલ્ડ કરી હોશ ઉડાવનારા બોલરના ખુદ કોહલીએ કર્યા વખાણ, કહ્યું- બહુ સરસ બોલિંગ હતી 2 - image


Tags :
Virat-KohliHimanshu-SangwanRanji-Trophy

Google News
Google News