દ્રવિડથી લઈને મેક્કુલમ સુધી.. સૌથી મોંઘા કોચ કોણ? એકનો પગાર જાણીને તમે પણ ચોંકી જશો
Highest paid cricket coaches: ભારતીય ટીમ (Team India)ના હેડ કોચ માટે BCCIએ અરજીઓ મંગાવી છે. એટલે ટીમના નવા કોચ કોણ હશે તે થોડા દિવસોમાં જ જાણી શકાશે. રાહુલ દ્રવિડ 2021 વર્લ્ડ કપ પછી બે વર્ષ માટે ભારતીય ટીમના કોચ બન્યા હતા. તેમનો કાર્યકાળ 2023 ODI વર્લ્ડ કપ પછી પૂરો થયો હતો. જો કે BCCIએ દ્રવિડને 2024 T20 વર્લ્ડ કપ સુધી એક્સટેન્શન આપ્યું હતું. હાલમાં વિશ્વ ક્રિકેટમાં સૌથી મોંઘા કોચ કોણ છે? અને શું તમે જાણો છે કે તેમને કેટલો પગાર આપવામાં આવે છે. આજે તમને ક્રિકેટના પાંચ સૌથી મોંઘા કોચ વિશે જણાવીશું.
ભારતીય ક્રિકેટ બોર્ડે નવા કોચ માટે અરજીઓ મંગાવી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયા માટે નવા કોચની શોધમાં છે અને તે માટે બોર્ડે અરજીઓ મંગાવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે છે. એટલે કે, જે ભારતીય ટીમના કોચ બનવા માંગે છે તેમણે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સમયમર્યાદા અનુસાર અરજી કરવાની રહેશે. જો રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભારતીય ટીમ સાથે કોચ તરીકે કામ કરવા ઈચ્છે છે તો તેમણે ફરીથી અરજી કરવી પડશે. બોર્ડે એ વાતનો ખુલાસો કર્યો નથી કે તે નવા કોચને કેટલો પગાર આપશે. BCCI આ અંગે અરજદાર સાથે વાટાઘાટ કરશે અને અનુભવના આધારે જ પગાર નક્કી કરવામાં આવશે.
BCCIની ગણતરી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાં થાય છે
હાલમાં BCCIની ગણતરી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાં થાય છે. BCCI પોતાના કોચને સૌથી વધુ પગાર આપે છે. હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટ ટીમના કોચ છે. 51 વર્ષના રાહુલ દ્રવિડને બોર્ડ કોચ તરીકે વાર્ષિક 10 કરોડ રૂપિયાનો પગાર આપે છે. જે વિશ્વના કોઈપણ ક્રિકેટ કોચ કરતા સૌથી વધુ પગાર છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ (Andrew Mcdonald) બીજા સ્થાને છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) દ્વારા મેકડોનાલ્ડને વાર્ષિક સાડા છ કરોડ રૂપિયાથી વધુ આપવામાં આવે છે.
ઈંગ્લેન્ડે મેક્કુલમને વાર્ષિક આટલો પગાર આપે છે
ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ (Brendon Mccullum)ની 4 વર્ષ માટે ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટે વર્ષ 2022માં મેક્કુલમની ટેસ્ટ ટીમના કોચ તરીકે નિમણૂક કરી હતી. ECBએ મેક્કુલમને 4 વર્ષ માટે અંદાજે રૂ. 16.08 કરોડ આપ્યા હતા. જે વાર્ષિક રૂપિયા 4 કરોડથી વધુ છે. મેક્કુલમની દેખરેખ હેઠળ, ઈંગ્લેન્ડે ટેસ્ટમાં બેઝબોલ નીતિ અપનાવી. તેમની આ ફોર્મ્યુલા ઘણી ફેમસ હતી. આ સાથે ઈંગ્લેન્ડે ઘણી ટેસ્ટ મેચ જીતી છે.
ગેરી સ્ટેડને 1.74 કરોડનો પગાર મળે છે
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડને ક્રિકેટ ન્યુઝીલેન્ડ દ્વારા 2018માં ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેરી સ્ટેડને ક્રિકેટ ન્યુઝીલેન્ડ દ્વારા વાર્ષિક 1.74 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમનો કાર્યકાળ 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના પ્રખ્યાત કોચ ક્રિસ સિલ્વરવુડ શ્રીલંકન ક્રિકેટ ટીમને તેમની સેવાઓ પૂરી પાડે છે. આના બદલામાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સિલ્વરવુડને વાર્ષિક 50 લાખ રૂપિયાથી વધુનો પગાર આપે છે.
આ પણ વાંચો : કોણ બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ? રેસમાં આ દિગ્ગજનું નામ સૌથી આગળ