તે સ્વિંગ કરવામાં માહેર છે: પર્થ ટેસ્ટ પહેલા પેટ કમિન્સે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના કર્યા વખાણ
Image: Facebook
Border Gavaskar Trophy: બોર્ડર-ગાવસ્કર સીરિઝ શુક્રવારે પર્થમાં શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની નજર છેલ્લી બે સીરિઝમાં મળેલી હારનો બદલો લેવા પર હશે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. તેણે કહ્યું કે 'કટ્ટર હરીફ ભારત વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જોરદાર થવાની છે. આ દરમિયાન તેણે માન્યું કે BGTમાં અમારી ટીમ પર વધુ પ્રેશર છે. ટીમના ખેલાડીઓએ નકલ કરવાની જરૂર નથી.'
કમિન્સે કહ્યું, 'બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હંમેશાથી ખૂબ પડકારપૂર્ણ હોય છે. પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ તો વધુ પ્રતિસ્પર્ધી હશે. અમારી ટીમ પર દબાણ હશે જે ભારતથી છેલ્લી ચાર ટેસ્ટ સીરિઝ હારી ચૂકી છે. પોતાની ધરતી પર રમતી વખતે હંમેશા દબાણ રહે છે. ભારતની ટીમ ખૂબ પ્રતિભાશાળી છે અને આ સારો પડકાર હશે, પરંતુ અમે ખૂબ આગળનું વિચારી રહ્યાં નથી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવું શાનદાર હશે. ભારતીય ટીમ ખૂબ સારી છે, પરંતુ અમારી તૈયારી પણ પાક્કી છે.'
કમિન્સે એ પણ કહ્યું કે નવા બેટ્સમેન નાથન મેકસ્વીનીએ ડેવિડ વોર્નરની નકલ કરવાના બદલે પોતાની સ્વાભાવિક રમત બતાવવી પડશે. વોર્નરે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી વિદાય લીધી. ડેવિડ વોર્નર જેવું રમવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તે તેની રમત નથી.
આ પણ વાંચો: IND vs AUS: પહેલી ટેસ્ટમાં અશ્વિનેને મોકો આપી શકે છે ટીમ ઈન્ડિયા, જાડેજા-સુંદરને લાગશે ઝટકો
પેટ કમિન્સે નીતીશ રેડ્ડી પર શું કહ્યું?
ભારતના પ્રતિભાશાળી હરફનમૌલા અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદમાં પોતાના સાથી ખેલાડી નીતીશ રેડ્ડી વિશે તેણે કહ્યું, 'તે ખૂબ પ્રભાવી ખેલાડી છે. સનરાઈઝર્સ માટે વધુ બોલિંગ કરી નથી, પરંતુ તે બોલને સ્વિંગ કરાવવામાં માહેર છે.'
ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે ભારતીય સ્કવોડ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
પહેલી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન સ્કવોડ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કૉટ બોલેન્ડ, એલેક્સ કૈરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિચેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયન પ્રવાસ (નવેમ્બર 2024- જાન્યુઆરી 2025)
22-26 નવેમ્બર: પહેલી ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની