Get The App

IND vs AUS : ભારતની હારના પાંચ મોટા કારણ, કાંગારુંઓ સામે રોહિત સેનાએ કરી આ ભૂલો

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
IND vs AUS : ભારતની હારના પાંચ મોટા કારણ, કાંગારુંઓ સામે રોહિત સેનાએ કરી આ ભૂલો 1 - image

IND Vs AUS : ભારતને ઓસ્ટ્રેલીયા સામેની બીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફરી એકવાર ભારતીય બેટરોએ ધબળકો કર્યો હતો. અને એક પણ બેટર અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બેટરોને ખરાબ ફોર્મના કારણે ભારતને ફરી એકવાર એડિલેડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર 19 રનનો લક્ષ્ય આપ્યો હતો જે ઓસ્ટ્રેલિયાએ ચોથી ઓવરમાં જ મેળવી લીધો હતો.

ભારતનું ફ્લોપ ટોપ ઓર્ડર 

એડિલેડ ટેસ્ટ મેચમાં કોઈ પણ ભારતીય બેટર સારું રમી શક્યો ન હતો. જે ભારતની હારનું આ મહત્ત્વનું કારણ રહ્યું હતું. ખાસ કરીને ઓપનર અને મિડલ ઓર્ડર બેટરો ઓસ્ટ્રેલિયન બોલરોની સામે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહીં અને એક પછી એક પેવેલિયન પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃ હળાહળ જુઠ્ઠું બોલે છે હેડ, મને ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજે ચાલુ મેદાને બબાલ મુદ્દે આપ્યો જવાબ

ભારતના સ્ટાર બેટરોનું નિરાશાજનક પ્રદર્શન 

વિરાટ કોહલીએ પહેલા ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં ફરી એકવાર કોહલી સ્વિંગ બોલ પર આઉટ થઇ ગયો હતો. જેમાં તેની નબળાઇ સામે આવી ગઈ હતી. તે બંને ઇનિંગ્સમાં સસ્તામાં આઉટ થયો હતો. કોહલીએ પહેલી ઇનિંગમાં 7 રન અને બીજા ઇનિંગમાં 11 રન બનાવ્યા હતા.

બેટર તરીકે રોહિત શર્મા ફ્લોપ 

કેપ્ટન રોહિત શર્મા પણ બેટર તરીકે ફ્લોપ રહ્યો છે. રોહિત પહેલી ઇનિંગમાં માત્ર 3 અને બીજી ઇનિંગમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત હાલમાં સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. 2024માં ત્રીજી વખત રોહિત ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નથી. અહીં તમને જણાવી દઈએ કે, રોહિતનું બેટ ઘણાં લાંબા સમયથી ટેસ્ટમાં શાંત છે. રોહિતે છેલ્લી ટેસ્ટમાં સદી માર્ચ 2024માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધર્મશાલામાં કરી હતી.

ભારતની ખરાબ ફિલ્ડિંગ  

આખી ટેસ્ટ મેચ દરમિયાન ભારતની ફિલ્ડિંગ પણ ઘણી નબળી રહી હતી. ટ્રેવિસ હેડે એડિલેડમાં 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ ભારતીય ફિલ્ડરો હેડના બે વખત કેચ પકડવાનું ચૂકી ગયા હતા. જો હેડનો કેચ પકડાય ગયો હોત તો કદાચ ભારતીય ટીમ ટેસ્ટમાં વાપસી કરી શકી હોત.

બુમરાહ સિવાય એક પણ બોલર ન ચાલ્યો

ભારત તરફથી જસપ્રીત બુમરાહ સિવાય બીજો એક પણ બોલર પ્રભાવશાળી સાબિત થયો ન હતો. જો કે, સિરાજે 4 વિકેટ ઝડપી હતી. પરંતુ તેણે પોતાના આ સ્પેલ દરમિયાન 98 રન આપ્યા હતા. આ સિવાય હર્ષિત રાણા પણ ઘણો મોંઘો સાબિત થયો હતો. હર્ષિતે 16 ઓવર નાખી અને 86 રન આપ્યા હતા. આ બધા વાંચે ભારતીય ટીમ મોહમ્મદ શમીની ગેરહાજરી અનુભવી રહી છે. 

IND vs AUS : ભારતની હારના પાંચ મોટા કારણ, કાંગારુંઓ સામે રોહિત સેનાએ કરી આ ભૂલો 2 - image


Google NewsGoogle News