Get The App

IND vs BAN: પંતનું કમબેક અને ઓલરાઉન્ડર અશ્વિનનો કમાલ...: આ છે ટીમ ઈન્ડિયાની જીતના પાંચ હીરો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
IND vs BAN: પંતનું કમબેક અને ઓલરાઉન્ડર અશ્વિનનો કમાલ...: આ છે ટીમ ઈન્ડિયાની જીતના પાંચ હીરો 1 - image

IND Vs BAN : બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 376 રન બનાવ્યા હતા. સામે પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતે 4 વિકેટ ગુમાવી 287 રન કરીને ઈનિંગ ડિકલેર કરી હતી, અને બાંગ્લાદેશને 515 રનનો લક્ષ્ય આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત આ મેચ 280 રનથી જીતી ગયું હતું. પરંતુ આ મેચમાં 5 એવા ખેલાડીઓ હતા કે જેમણે શાનદાર પ્રદર્શન કરી ટીમની જીતના હીરો રહ્યા હતા. તો ચાલો જાણીએ તેમના વિષે.....

ઋષભ પંત

અક્સ્માત થયા બાદ લાંબા સમય પછી ભારતીય ટીમમાં પરત ફરેલા ઋષભ પંતે બાંગ્લાદેશ સામે પંતનું બેટ જોરદાર ચાલ્યું હતું. તેણે બીજી ઇનિંગમાં 124 બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. તે 109 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પહેલી ઇનિંગમાં ઋષભે 39 રન બનાવ્યા હતા.

શુભમન ગિલ

પહેલી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થનાર શુભમન ગિલે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી પોતાની અને તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી. શુભમને 161 બોલમાં સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિને તેના ઘરઆંગણે રમાઈ રહેલી ચેન્નાઈ ટેસ્ટમાં, જ્યારે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં સંઘર્ષ કરી રહી હતી, ત્યારે તેણે શાનદાર સદી ફટકારી હતી. અશ્વિને 113 રનની પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પછી, તેણે બોલિંગમાં પણ કમાલ કરી બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ ચેન્નઈમાં જીત બાદ બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જુઓ કયા ખેલાડીઓને મળ્યો મોકોરવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ બાંગ્લાદેશ સામે ટેસ્ટની પહેલી ઇનિંગમાં જયારે ભારતની 144ના સ્કોર પર 6 વિકેટ પડી હતી ત્યારે જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો. તેણે આવીને 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 86 રન કર્યા હતા. આ સાથે તેણે આ ઇનિંગમાં 2 વિકેટ પણ લીધી. બીજી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.

જસપ્રિત બુમરાહ

અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ સામે પહેલી ઇનિંગમાં ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 1 વિકેટ ઝડપી હતી. બુમરાહે આ ટેસ્ટમાં કુલ 5 વિકેટ લઈને બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

IND vs BAN: પંતનું કમબેક અને ઓલરાઉન્ડર અશ્વિનનો કમાલ...: આ છે ટીમ ઈન્ડિયાની જીતના પાંચ હીરો 2 - image


Google NewsGoogle News