Get The App

IPL 2024નો સ્ટાર અને તોફાની બેટરનો ચોંકાવનારો નિર્ણય, આ T20 લીગમાં રમતો નહીં દેખાય

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
IPL 2024નો સ્ટાર અને તોફાની બેટરનો ચોંકાવનારો નિર્ણય, આ T20 લીગમાં રમતો નહીં દેખાય 1 - image


Image Source: Twitter

Heinrich Klaasen: વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી ફેન્ચાઈઝી આધારિત T20 લીગ કેરેબિયન પ્રીમિયર લીગની આગામી સિઝનની શરૂઆત 29 ઓગષ્ટ એટલે કે, આજથી શરૂ થઈ રહી છે. નવી સિઝન શરૂ થતાં પહેલા જ સેન્ટ લુસિયા કિંગ્સની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન અંગત કારણોસર આ T20 લીગમાં આ સિઝનમાં ભાગ નહીં લેશે. સેન્ટ લુસિયા કિંગ્સની ટીમે હેનરિક ક્લાસેનના બહાર થવા પર તેમના સ્થાન પર રિપ્લેસમેન્ટનું પણ એલાન કરી દીધું છે. કિંગ્સે છેલ્લી સિઝનમાં લીગ સ્ટેજ બાદ ત્રીજા સ્થાન પર ખતમ કરી હતી અને પછી એલિમિનેટર મુકાબલામાં હાર સાથે તેમની સિઝનનો અંત થયો હતો. 

ટિમ સેઈફર્ટે કર્યો હેનરિક ક્લાસેનને રિપ્લેસ

હેનરિક ક્લાસેનના સ્થાન પર હવે આગામી કેરેબિયન પ્રીમિયર લીગ સિઝનમાં સેન્ટ લુસિયા કિંગ્સ ટીમ તરફથી ન્યુઝીલેન્ડ ટીમનો આક્રમક બેટ્સમેન ટિમ સેઈફર્ટ રમતો નજર આવશે. વર્ષ 2020માં સેઈફર્ટે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ ટીમ માટે રમ્યો હતો, જેણે તે સિઝનમાં ટાઈટલ પણ પોતાના નામે કર્યું હતું. ક્લાસેનને સેન્ટ લુસિયા કિંગ્સે CPL 2024ના પ્લેયર્સ ડ્રાફ્ટ પહેલા જ પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો. ક્લાસેન ઉપરાંત અન્ય ટીમોમાં પણ કેટલાક ફેરફારો જોવા મળ્યા છે જેમાં નાઈટ રાઈડર્સે પ્રથમ 4 મેચ માટે યુએસએના ખેલાડી એન્ડ્રીસ ગોસને ટીમના ભાગ રૂપે સામેલ કર્યો છે. વાસ્તવમાં ટિમ ડેવિડ CPL 2024ની પ્રથમ કેટલીક મેચોમાં ટીમ સાથે જોડાઈ શકશે નહીં, તેથી ગોસ ત્યાં સુધી તેની જગ્યાએ ટીમનો હિસ્સો રહેશે.

ઈજાના કારણે સિકંદર રઝા આખી સિઝનમાં બહાર

ઝિમ્બાબ્વે ટીમનો કેપ્ટન સિકંદર રઝા પણ CPL 2024માં રમતા જોવા નહીં મળે. રઝાએ ઈજાના કારણે આ નિર્ણય લીધો છે, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા આપી હતી. બાર્બાડોસ રોયલ્સ ટીમ તરફથી રમી રહેલા ડેવિડ મિલર અને કેશવ મહારાજ પ્રથમ બે મેચમાં રમતા જોવા નહીં મળશે. કારણ કે તેઓ 5 સપ્ટેમ્બરે યોજાનાર ક્રિકેટ સાઉથ આફ્રિકાના એવોર્ડ સમારોહમાં ભાગ લેશે.


Google NewsGoogle News