Get The App

ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બની આ ઘટના, સુપર ઓવર નહીં સુપર-5થી મેચનું આવ્યું પરિણામ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બની આ ઘટના, સુપર ઓવર નહીં સુપર-5થી મેચનું આવ્યું પરિણામ 1 - image
Image Twitter 

The Hundred Match Super Over:  ધ હન્ડ્રેડના ઈતિહાસમાં ક્રિકેટ ચાહકોને એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ચોથી સિઝનમાં પ્રથમ મેચ ટાઈ રહી હતી. જો કે, બાદમાં મેચનું પરિણામ સુપર ઓવરને બદલે સુપર-5માં જાહેર કરવામાં આવ્યું હતું. સધર્ન બ્રેવએ બર્મિંગહામ ફોનિક્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

લંડનના ઓવલ મેદાન પર બર્મિંગહામ ફોનિક્સ અને સધર્ન બ્રેવ વચ્ચે રમાયેલી મેચ ટાઈ રહી હતી. બંને ટીમનો સ્કોર 100 બોલમાં 126 રન હતો, ત્યારબાદ મેચનું પરિણામ મેળવવા માટે બંને ટીમો વચ્ચે સુપર-5 રમાઈ હતી. સુપર-5 મેચમાં બંને ટીમોએ 5-5 બોલ રમવાના હોય છે, જેને સુપર-5 તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરનો જાદુ! ટીમ ઈન્ડિયાના ધરખમ ખેલાડીની અંદરનો 'શેન વૉર્ન' જાગ્યો, ફેન્સ ચોંક્યા


સધર્ન બ્રેવ ટીમ જીતી

મેચ ટાઈ થયા બાદ બર્મિંગહામ ફિનિક્સ ટીમને પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. બ્રેવએ 5 બોલમાં 7 રન બનાવ્યા હતા. આ પછી સધર્ન બ્રેવ તરફથી કિરોન પોલાર્ડ અને ક્રિસ જોર્ડનને બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. પ્રથમ બોલ પર એક રન બનાવ્યા બાદ, જોર્ડને બીજા બોલ પર ચોગ્ગો, ત્રીજા બોલ પર 2 રન અને ચોથા બોલ પર ફરીથી ચોગ્ગો ફટકારીને મેચ જીતી હતી. આ સુપર-5માં માત્ર 4 બોલમાં ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચો: VIDEO: છોકરીની દમદાર બોલિંગ જોઈ તમે પણ કહેશો 'લેડી બુમરાહ', બેટરોનો પરસેવો છોડાવી દીધો!

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને T20માં સુપર ઓવર

નોંધનીય છે કે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અથવા T20માં મેચ ટાઈ થાય છે ત્યારે સુપર ઓવર રમાય છે. આ સુપર ઓવરમાં બંને ટીમોએ 6-6 બોલનો સામનો કરવાનો છે. જોકે, ધ હન્ડ્રેડમાં છ-છ બોલના બદલે પાંચ-પાંચ બોલ રમાયા હતા. આ લીગમાં 100-100 બોલની મેચો છે અને મેચ ટાઈ કરવા માટે સુપર-5નો નિયમ છે. આ ટુર્નામેન્ટમાં એક ઓવરમાં 5 બોલ નાખવામાં આવે છે.

આ પણ વાંચો: ઈશાન કિશનનું દિલ આવ્યું મિસ ઈન્ડિયા ફાઈનાલિસ્ટ પર, સુંદરતામાં મોટી મોટી એક્ટ્રેસને આપે છે ટક્કર


Google NewsGoogle News