ભલે રજા પર જાઓ પણ આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે: ખેલાડીઓને ગંભીરની ચેતવણી, શું હાર્દિક રમશે ટેસ્ટ સીરિઝ?
Image: Twitter
Gautam Gambhir: રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં ગૌતમ ગંભીરની હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ગંભીરે શ્રીલંકા સામે હેડ કોચ તરીકે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી. આ તેનો પ્રથમ અસાઈમેન્ટ હતો. ગંભીર શ્રીલંકા સામે T20 સિરીઝ જીતવા માટે ખૂબ એક્ટિવ નજર આવ્યો હતો. તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન ખેલાડીઓ પર ઝીણવટ ભરી નજર રાખી હતી.
તેનો ફાયદો એ થયો કે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના ત્રણ મેચોની T20 સિરીઝમાં 3-0થી સૂપડા સાફ કરી દીધા. છેલ્લી મેચમાં મળેલી જીત બાદ ગંભીરે ખેલાડીઓની ડ્રેસિંગ રૂમમાં ક્લાસ લગાવી હતી. જેમાં તેણે ખેલાડીઓની ફિટનેસ અને ટીમમાંથી બ્રેક લેવા પર સખત નિર્દેશ આપ્યા હતા.
ડ્રેસિંગ રૂમમાં ગૌતમ ગંભીરની પાઠશાળા
T-20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે મેદાનમાં ઉતરી હતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનસી હેઠળ યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણ મેચોની T-20 સિરીઝમાં 3-0થી પોતાનો કબજો જમાવ્યો. આ જીત બાદ ગૌતમ ગંભીરે ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમમાં લાંબી ચર્ચા કરી હતી. ગંભીરે ડ્રેસિંગરૂમમાં ખેલાડીઓને સિરીઝ જીતવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું કે તમને બધાને જીત માટે ખૂબ અભિનંદન. સૂર્યકુમાર યાદવ એ શાનદાર કેપ્ટનસી કરી. તેણે બેટિંગથી પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મેં સિરીઝ શરૂ થતા પહેલા જ કહ્યું હતું કે અંતિમ ક્ષણ સુધી આશા ન છોડવી. આપણે સ્કિલમાં સુધારો કર્યો. સ્કોર પાર હતો પરંતુ આપણે ફાઈટ કરી.
ફિટનેસ અંગે સખત નિર્દેશ આપ્યા
ગૌતમ ગંભીરે T-20 સિરીઝ જીતવા પર ખેલાડીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તેમણે આ સિરીઝની જીત પર ખુશ થવાની જરૂર નથી. વન ડે ફોર્મેટમાં આ સિરીઝ તેનો હિસ્સો નહીં હશે. આવી સ્થિતિમાં લાંબા ફોર્મેટ માટે પ્લેયર્સે પોતાને ફીટ રાખવા રાખવા પડશે તેમના માટે ખૂબ જરૂરી છે. ગંભીરે ખેલાડીઓને આગળ કહ્યું કે, આ સિરીઝ બાદ આપણે એકલા લાંબા બ્રેક પર હોઈશું. મને આશા છે કે તમે બધા બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝમાં વાપસી કરશો. તમે રજા ઉપર જઈ શકો છો. પરંતુ તેના માટે તમારે પોતાની ફિટનેસ અને સ્કિલ પર વધુ ધ્યાન આપવું પડશે મને આશા છે કે તમે તેના પર રિવ્યુ કરશો. ફરી એક વખત તમામને જીત બદલ અભિનંદન.
શું હાર્દિક પંડ્યા નવા કોચના આદેશોનું પાલન કરશે?
ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ સામે બે મેચોની ટેસ્ટ સીરીઝ રમશે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી થઈ શકે છે પરંતુ હાર્દિક પંડ્યા લાંબા સમયથી ટેસ્ટ સિરીઝ નથી રમી રહ્યો. જોકે બોર્ડ એ તમામ ખેલાડીઓને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હિસ્સો લેવાની સખત ચેતવણી આપી દીધી છે. જેથી તે પ્લેયર FC રમીને ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે. બીજી તરફ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કરી દીધું છે કે ખેલાડીઓએ પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું પડશે જેથી તેમની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં વાપસી થઈ શકે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે શું સ્ટાર રાઉન્ડર હાર્દિક પંડ્યા નવા કોચના આદેશોનું પાલન કરશે કે પછી ટેસ્ટ સિરીઝથી અંતર બનાવી રાખશે?