VIDEO: 'એ આફ્રિકામાં બેભાન થઈ જશે', દિગ્ગજ ખેલાડીનો રોહિત શર્માની ફિટનેસ પર કટાક્ષ, કોહલીને ગણાવ્યો ચેમ્પિયન
Image: Facebook
World Cup 2027: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે ટીમ ઈન્ડિયા માટે વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં અધ્યક્ષતા કરનાર સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા પર મોટું નિવેદન આપ્યું છે. વર્લ્ડ કપનું આગામી એડિશન 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત મેજબાનીમાં રમાવાનું છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગંભીરનું કહેવું છે કે જો રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતાની ફિટનેસ અને ફોર્મ યોગ્ય રાખે છે તો આગામી ટુર્નામેન્ટમાં તે દેશ માટે રમી શકે છે. ગંભીરના આ નિવેદન બાદ 64 વર્ષીય શ્રીકાંતે પોતાનો વિચાર શેર કર્યો છે.
પૂર્વ ક્રિકેટરે પોતાની યુટ્યૂબ ચેનલ પર પુત્ર અનિરુદ્ધની સાથે ખાસ ચર્ચા દરમિયાન કહ્યું કે વિરાટ કોહલી આગામી ટુર્નામેન્ટમાં ભાગ લેતો નજર આવી શકે છે. પરંતુ રોહિતની ફિટનેસ પર તેને શંકા નજર આવી. તેણે કહ્યું, 'વિરાટ કોહલી એક ચેમ્પિયન ખેલાડી છે. રોહિત શર્માએ 2027નો વર્લ્ડ કપ રમવો જોઈએ નહીં. તે દક્ષિણ આફ્રિકામાં બેભાન થઈ જશે.' તે રોહિતની વર્તમાન ઉંમરને જોતાં કટાક્ષ કરી રહ્યો છે. હિટમેનની વર્તમાન ઉંમર 37 વર્ષ છે. આગામી વર્લ્ડ કપ સુધી તે લગભગ 40 વર્ષનો થઈ જશે. આ સિવાય તેની ફિટનેસ પણ ખાસ નજર આવતી નથી.
વિરાટ કોહલી પણ 35 વર્ષનો છે. આગામી વર્લ્ડ કપ સુધી તે લગભગ 37થી 38 વર્ષનો થઈ જશે. પરંતુ તેની સાથે સકારાત્મક પક્ષ એ છે કે તેનું ફિટનેસ લેવલ ઘણું સારું છે. દરમિયાન આશા છે કે તે દેશ માટે વર્લ્ડ કપ 2027માં પણ ભાગ લઈ શકે છે.