વર્લ્ડ કપ ટીમમાંથી થયો બહાર તો વ્યક્ત કરી નારાજગી, વનડે સિરીઝ રમવાની ના પાડી, કહ્યુ- હુ તૈયાર નથી
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર 2023 શુક્રવાર
વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું એલાન થઈ ચૂક્યુ છે. ટીમમાં ધાકડ ઓપનર જેસન રોયને તક મળી નથી. કેપ્ટન જોસ બટલર પણ તેમને સામેલ ન કરી શકવાના કારણે નારાજ છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ આયર્લેન્ડ સામે વનડે સિરીઝમાં વ્યસ્ત છે. પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. ટીમમાં જેસન રોયનું પણ નામ હતુ પરંતુ હવે તેમણે પોતાનું નામ પાછુ લઈ લીધુ છે.
આનો ખુલાસો ઈંગ્લેન્ડના સેલેક્ટર લ્યૂક રાઈટે કર્યો. તેમણે કહ્યુ, તેમણે આશા નહોતી કરી કે તેમને આયર્લેન્ડ સામે સિરીઝમાં તક મળશે. અચાનક તેમને વર્લ્ડ કપ ટીમમાં પણ તક મળી નહીં જે તેમના માટે થોડુ ચોંકાવનારુ હતુ. જેસન સિરીઝ રમવા માટે તૈયાર નથી. અમે જેસનને આ પહેલા જ જણાવી દીધુ કે તેઓ આયર્લેન્ડ વિરુદ્ધ રમે કે નહીં. અમે તેમને ઉચ્ચ ક્રમમાં વધુ બેટિંગના રૂપમાં અલગ-અલગ રીતે આંકીશુ નહીં. અમે પોતાના વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી સ્કવોડથી ખુશ છીએ. અમે ભારત જઈશુ અને વર્લ્ડ કપ જરૂર જીતીશુ.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019માં સારુ પ્રદર્શન કરવા છતાં તેમને ટીમમાં તક મળી નહીં. જેસન રોયે ગત વિશ્વ કપમાં 8 મેચ રમીને 400થી પણ વધુ રન બનાવ્યા હતા. તેમનો હાઈ સ્કોર 153 હતો. વર્લ્ડ કપને જોતા જો રૂટને આરામ આપવામાં આવ્યો છે. જે બાદ ઈંગ્લેન્ડે 29 વર્ષના વિકેટ કીપર-બેટર ટોમ કોહલર-કેડમોરને આયર્લેન્ડ સામે રમવા માટે ટીમમાં સામેલ કર્યા છે. કોહલર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે.
આયર્લેન્ડ સામે સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ: જેક ક્રોલી (કેપ્ટન), બેન ડકેટ (વાઈસ કેપ્ટન), રેહાન અહમદ, ટોમ કોહલર-કેડમોર, બ્રાયડન કાર્સ, સૈમ હેન, વિલ જેક્સ, ક્રેગ ઓવરટન, મેથ્યૂ પોટ્સ, ફિલ સાલ્ટ, જ્યોર્જ સ્ક્રિમશૉ, જેમી સ્મિથ, લ્યૂક વુડ.