શું તમે ક્યારેય કોઈને ડેટ કર્યા છે? ભારતીય સ્ટાર એથલીટ પીવી સિંધુએ આ સવાલનો આપ્યો મજેદાર જવાબ
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર 2023 બુધવાર
પીવી સિંધુ એક એવુ નામ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. આ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ ભારતને ઓલિમ્પિક સહિત ઘણી આંતરરાષ્ટ્રીય ગેમ્સમાં ઘણા મેડલ અપાવ્યા છે. જેમાં બે ઓલિમ્પિક મેડલ, એક વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ સિવાય એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ સામેલ છે. 28 વર્ષની ઉંમરમાં પીવી સિંધુની સામે હજુ ઘણા વર્ષોનો ગેમ ટાઈમ છે. તેમનું આગામી લક્ષ્ય 2024 પેરિસ ઓલિમ્પિક છે અને આ મેગા ઈવેન્ટ પહેલા તેમણે બેડમિન્ટન દિગ્ગજ પ્રકાશ પાદુકોણ સાથે પોતાના મેન્ટર તરીકે જોડી બનાવી છે. પીવી સિંધુ છેલ્લા ઘણા સમયથી કોર્ટ પર ઝઝૂમી રહી છે પરંતુ તેમને મજબૂત વાપસીનો વિશ્વાસ છે.
તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં પીવી સિંધુને કોર્ટથી દૂર પોતાના અંગત જીવન પર પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. પોતાના રિલેશનશિપ સ્ટેટસની સ્થિતિ વિશે પૂછવા પર પીવી સિંધુએ જવાબ આપ્યો- હું હજુ સિંગલ છુ. તેમણે કહ્યુ, હજુ મારા માટે લક્ષ્ય માત્ર બેડમિન્ટન છે. મારુ અંતિમ લક્ષ્ય ઓલિમ્પિક છે. તેમને પૂછવામાં આવ્યુ કે શું તમે કોઈ પાર્ટનર બનાવવા ઈચ્છો છો? પીવી સિંધુએ જવાબ આપ્યો- મે ક્યારેય આ વિશે વિચાર્યુ નથી. હા બધા લોકોની જેમ મને પણ એક સારા પાર્ટનરની જરૂર છે. આ નિયતિ છે. અહીં જે પણ કંઈ લખ્યુ છે તે પુરુ થઈને જ રહેશે.
શું તમે ક્યારેય કોઈને ડેટ કર્યા છે? આ પ્રશ્નના જવાબ પર પીવી સિંધુએ જવાબ આપ્યો- ના, હકીકતમાં નહીં. આ વિશે કંઈ પણ સારુ કે ખરાબ નથી. જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે. જો આવુ થવાનું છે તો થશે જ. ત્રીજા ઓલિમ્પિક મેડલ વિશે નિશ્ચય કરીને બેસેલા સિંધુ પેરિસ ગેમ્સની તૈયારીઓ માટે હવે હૈદરાબાદથી બેંગલુરુ જઈને દિગ્ગજ ખેલાડી પ્રકાશ પાદુકોણના માર્ગદર્શનમાં ટ્રેનિંગ કરશે.
સિંધુએ સપ્ટેમ્બરમાં પાદુકોણના માર્ગદર્શનમાં એક અઠવાડિયા સુધી કામ કર્યુ હતુ અને એશિયન ગેમ્સ પહેલા તેમણે સંકેત આપ્યા હતા કે તેઓ તેમના માર્ગદર્શનમાં ટ્રેનિંગ કરશે. ડાબા ઘૂંટણમાં ઈજાથી પીડિત 28 વર્ષીય આ ખેલાડીએ આખરે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણયનો ખુલાસો કર્યો હતો. તેમણે લખ્યુ હતુ- જે લોકો વિચારી રહ્યા છે અને સતત મને પૂછી રહ્યા છે તે વાત સાચી થવા જઈ રહી છે.
સિંધૂએ કહ્યુ- પ્રકાશ સર મારા સેટઅપમાં મેન્ટરની ભૂમિકા નિભાવી રહ્યા છે. મે ઓગસ્ટના અંતમાં તેમની સાથે ટ્રેનિંગ શરૂ કરી હતી અને ત્યારથી ઘણુ બધુ સારુ રહ્યુ છે. તેઓ એક મેન્ટરથી વધીને છે. તેઓ મારા માર્ગદર્શક છે. મારા ગુરુ છે અને સૌથી વધુ એક સારા મિત્ર છે. હું દિલથી માનુ છુ કે તેમની પાસે હુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરુ તેવો જાદુ છે. હુ ખૂબ આભારી છુ કે જ્યારે હું જાપાનમાં હતી તો તેમણે મને ફોન કરીને મારી સાથે વાતચીત કરી. ત્યારથી અમારી વચ્ચે સારા સંબંધ રહ્યા છે. હું પ્રકાશ સરની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છુ. તેમની સાથે ટ્રેનિંગ કરવા માટે ઉત્સુક છુ.
ફેબ્રુઆરીમાં સિંધુ કોરિયન કોચ પાર્ક તાએ-સાંગથી અલગ થઈ ગઈ હતી, જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. હૈદરાબાદની આ બેડમિન્ટન ખેલાડીએ સાઈ કોચ વિધિ ચૌધરી સાથે અમુક સમય સુધી કામ કર્યુ અને જે બાદ મલેશિયાના પૂર્વ ઓલ ઈંગ્લેન્ડ કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન મોહમ્મદ હાફિઝ હાશિમને પોતાના ટ્રાવેલ કોચ નિયુક્ત કર્યા હતા. ડાબા ઘૂંટણના દુખાવાથી રાહત મેળવ્યા બાદ સિંધુએ 10 માં સ્થાનની પસંદગી કરી છે જે તેમના BWF રેન્કિંગમાં રહેશે.
તેમને ડાબા ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને તેઓ 26 ઓક્ટોબરે ફ્રેંચ ઓપનમાં થાઈલેન્ડની સુપાનિદા કાતેથોંગ સામે બીજા તબક્કાના મહિલા સિંગલ્સ મેચ દરમિયાન હટી ગઈ હતી. પ્રકાશ દિગ્ગજ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા છે. તેમના સિવાય પુલેલા ગોપીચંદ પણ પીવી સિંધુને ગાઈડ કરી રહ્યા છે.