World Cup 2023 : આ ભારતીય ખેલાડી પર ઉમટ્યો પત્નીનો પ્રેમ, લગાવ્યા હતા ગંભીર આરોપો
સારી કમાણી કરશે તો અમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે - હસીન જહાં
Image:IANS |
Hasin Jahan On Mohammed Shamis Performance In World Cup 2023 : ભારતીય ટીમના ફાસ્ટ બોલર્સ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની ત્રિપુટીએ ODI World Cup 2023માં ધમાલ મચાવી છે. શમીએ ટુર્નામેન્ટની 4 મેચમાં 16 વિકેટ ઝડપી છે. તેણે આ વર્લ્ડ કપમાં 2 વખત 5 વિકેટ ઝડપી છે. ક્રિકેટના દિગ્ગજોની સાથે સાથે ક્રિકેટ પ્રેમીઓ પણ શમીના વખાણ કરી રહ્યા છે. પરંતુ શમીથી અલગ રહી રહેલી તેની પત્ની હસીન જહાંએ પણ શમીના વખાણ કર્યા છે. જેથી શમીના ફેન્સ આશ્ચર્યચકિત થઇ ગયા છે.
હસીન જહાંએ સોશ્યલ મીડિયા પર શમી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરી હતી
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંના વખાણથી લોકો એટલા માટે આશ્ચર્યચકિત છે કારણ કે તેણે શમી પર દહેજ માટે હેરાનગતિ, તેની સાથે મારપીટ અને અન્ય મહિલાઓ સાથે સંબંધો જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. હસીન જહાં સોશ્યલ મીડિયા પર પણ શમી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરતી હોય છે. તેણે ODI World Cup 2023 દરમિયાન જ શમી પર નિશાન સાધતા સોશ્યલ મીડિયા પર ભેંસ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેના પર શમીના ફેન્સે હસીનને ખરી ખોટી સંભળાવી હતી. વાંધાજનક આ પોસ્ટ બાદ હવે તેના દ્વારા શમીના વખાણ સાંભળીને ફેન્સ મૂંઝવણમાં મુકાઇ ગયા છે.
સારી કમાણી કરશે તો અમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે - હસીન જહાં
હસીન જહાંએ એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'જે પણ હોય, તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. જો તે સારું રમશે, ટીમમાં બન્યો રહેશે, સારી કમાણી કરશે, તો અમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે.' હસીને વધુમાં કહ્યું, 'હું ટીમ ઈન્ડિયાને સારા પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવીશ પરંતુ તેને નહીં.' મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે અત્યાર સુધી કાયદાકીય રીતે છૂટાછેડા થયા નથી. બંને હાલમાં અલગ રહે છે.