'તે સારો ક્રિકેટર છે, કદાચ સારો માણસ પણ હોત', મોહમ્મદ શમીને લઈને તેની પત્નીએ આપ્યું મોટું નિવેદન
મોહમ્મદ શમી ભારત અને ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલ મેચમાં 7 વિકેટ લઈને વન ડે ઈન્ટરનેશનલમાં આટલી વિકેટ લેનાર પ્રથમ વ્યક્તિ બન્યા
Hasin Jahan On Mohammed Shami: મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં પોતાના શાનદાર પ્રદર્શન બાદ ખુબ જ ચર્ચામાં છે. આ દરમિયાન તેની પત્ની હસીન જહાંએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'તે એક સારો ક્રિકેટર છે, કદાચ તે એક સારો માણસ પણ હોત.' આ ઉપરાંત ઉએમને ઉમેર્યું કે, જેઓ મને અંગત રીતે ઓળખે છે તેઓ જાણે છે કે મારી સાથે ખોટું થયું છે. હું, મારી પુત્રી અને તે એકસાથે સારું જીવન જીવી શક્યા હોત તો કેટલું સારું હોત. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ખુશીની વાત છે કે આપણો દેશ ફાઇનલ પણ જીતે અને વર્લ્ડ કપ આપણી પાસે આવે.
બંનેના વિવાદનું કારણ શમીનું કરિયર નથી
હસીન જહાંએ કહ્યું કે, તેના અને શમીના સંબંધને તેના કરિયર સાથે જોડવો જોઈએ નહીં કારણ કે તેનું કરિયર તેના અંગત જીવનના સંબંધોથી સંપૂર્ણપણે અલગ છે, એટલે કે મારા અને તેની વચ્ચેના વિવાદને તેના કરિયર સાથે કોઈ લેવાદેવા નથી.
મારા વિશે નેગેટીવ વાતો ફેલાવવામાં આવે છે
હસીન જહાંએ કહ્યું, મારા વિશે જાણી જોઈને નેગેટીવ વાતો ફેલાવવામાં આવે છે. હું જેની સાથે લડી રહી છું તે આર્થિક રીતે ખૂબ જ મજબૂત છે. મારી સામે તેમની એક આખી ટીમ છે જે સતત મારી સાથે દુર્વ્યવહાર કરે છે. ક્યારેક મારા દિલમાં આ વિચાર આવે છે કે આપણે સાથે રહી શક્યા હોત, પરંતુ શમીના ગંદા મન અને લોભને કારણે અમે આવી સ્થિતિમાં છીએ. તે પૈસાથી પોતાની ઘણી ખોટી વાતો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ એવું નથી કે તે મુશ્કેલીમાં નથી.
હસીન જહાંએ અમરોહા સાથેના સંબંધો વિશે શું કહ્યું?
હસીન જહાંએ કહ્યું કે મેં બધું મારા માલિક, મારા અલ્લાહ પર છોડી દીધું છે, હવે જે થશે તે જોવાનું બાકી છે. ઘણા કાયદાકીય કારણોને લીધે વ્યક્તિએ વારંવાર અમરોહાની મુલાકાત લેવી પડે છે. તે સારું છે કે તે હવે સારું રમી રહ્યો છે, પછી તે આખી જીંદગી સારું રમશે. તેના માટે અંગત જીવનમાં સારું હોવું ખૂબ જ જરૂરી છે.