World Cup 2023 : હસન અલીએ રચ્યો ઈતિહાસ, કપિલ દેવ અને વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ નેપાળના સંદીપ લામીછાનેના નામે છે

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : હસન અલીએ રચ્યો ઈતિહાસ, કપિલ દેવ અને વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો 1 - image
Image:IANS

World Cup 2023 NZ vs PAK : ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ODI World Cup 2023ની 35મી મેચ રમાઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના બોલર હસન અલીએ એક સાથે બે દિગ્ગજ બોલરનો રેકોર્ડ તોડ્યો છે. હસન અલીએ ન્યુઝીલેન્ડના ડેવોન કોનવેને આઉટ કરી પોતાના વનડે કરિયરમાં 100 વિકેટ પૂરી કરી લીધી છે. આ સાથે જ તેણે પાકિસ્તાન(Hasan Ali Broke Wasim Akram And Kapil Dev's Record OF Fastest 100 Wickets In ODI)ના દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડી દીધો છે.

હસન અલીએ તોડ્યો વસીમ અકરમ અને કપિલ દેવનો રેકોર્ડ

હસન અલીએ 66 વનડે મેચમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે. વનડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર તે છટ્ઠો પાકિસ્તાની બોલર બની ગયો છે. આ સાથે જ તેણે વસીમ અકરમનો રેકોર્ડ તોડી દીધો છે. અકરમે તેના વનડે કરિયરમાં 74 મેચમાં 100 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તે કપિલ દેવથી પણ આગળ નીકળી ગયો છે. કપિલ દેવે 77 વનડેમાં 100 વિકેટ ઝડપી હતી.

વનડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ નેપાળના બોલરના નામે

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ નેપાળના સંદીપ લામીછાનેના નામે છે. સંદીપે 42 મેચમાં 100 વિકેટ ઝડપી છે. ત્યારબાદ રાશિદ ખાનનું નામ આવે છે. રાશિદે 44 મેચમાં 100 વિકેટ ઝડપી છે. પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 51 વનડે મેચમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે.

World Cup 2023 : હસન અલીએ રચ્યો ઈતિહાસ, કપિલ દેવ અને વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો 2 - image


Google NewsGoogle News