Get The App

ક્યારે સુધરશે KKRનો આ સ્ટાર ક્રિકેટર? એકવાર પ્રતિબંધ છતાં ફરી એ જ હરકત કરી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ક્યારે સુધરશે KKRનો આ સ્ટાર ક્રિકેટર? એકવાર પ્રતિબંધ છતાં ફરી એ જ હરકત કરી 1 - image

Harshit Rana: દુલીપ ટ્રોફીમાં ઝડપી બોલર હર્ષિત રાણા ભારત-D ટીમ તરફથી રમી રહ્યો છે. તેણે ભારત-C વિરુદ્ધની મેચમાં ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો. આ મેચમાં ગાયકવાડે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. તે માત્ર 5 રન કરી આઉટ થઇ ગયો હતો. 

5 સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ ચાર દિવસીય મેચ અનંતપુરના રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. આ મેચ દરમિયાન ગાયકવાડને આઉટ કરતા જ હર્ષિત રાણાએ 'ફ્લાઈંગ કિસ' કરીને સેલિબ્રેશન કર્યું હતું. તેની આ પ્રતિક્રિયાએ IPL 2024ની યાદ અપાવી દીધી હતી.

હર્ષિત રાણાએ IPL 2024 માં 23 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મયંક અગ્રવાલને આઉટ કર્યા પછી ત્તેયારે તેને આ જ રીતે ફ્લાઈંગ કિસ આપી હતી. તેના આ વર્તનને લઈને તેના પર મેચ ફીના 60 ટકા કાપવામાંનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હર્ષિતે 29 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ફરીથી આ વર્તનનો પુનરાવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ અને તેની મેચ ફીના 100% રકમ કાપવામાં આવી હતી. જોકે, કોલકાતાની ટીમે જ્યારે IPLનો ખિતાબ જીત્યો હતો ત્યારે ટીમના માલિક શાહરૂખ ખાને પણ હર્ષિત રાણાની જેમ ફ્લાઈંગ કિસ દ્વારા સેલિબ્રેશન કરવાનું પુનરાવર્તન કર્યું હતું.

તાજેતરમાં જ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય વનડે ટીમમાં હર્ષિત રાણાની પસંદગી કરવામાં આવી હતી. જોકે તેને મેચમાં રમવાની તક મળી ન હતી. હર્ષિત રાણાએ 7 ફર્સ્ટ ક્લાસ મેચમાં 28 વિકેટ, 14 A લિસ્ટ મેચમાં 22 અને 25 T20માં 28 વિકેટ લીધી છે.


Google NewsGoogle News