IPL Purple Cap: હર્ષલ પટેલ નંબર વન પર, જસપ્રીત બુમરાહ રહી ગયો પાછળ
Image: Facebook
Purple Cap: IPL 2024માં જ્યાં એક તરફ ટીમની વચ્ચે ટોપ 4માં જવાનું ઘમાસાણ છે. ત્યાં બીજી તરફ બોલર્સની વચ્ચે પર્પલ કેપની રેસ પણ હવે રોચક થતી જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો આની પર ખૂબ લાંબા સમયથી કબ્જો હતો પરંતુ હવે તે પાછળ થઈ ગયો છે અને પંજાબ કિંગ્સનો ઝડપી બોલર હર્ષલ પટેલ સૌથી આગળ નીકળી ગયો છે. જોકે આ બંને ટીમ હવે પ્લેઓફની રેસથી બહાર છે.
IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હર્ષલ પટેલ
IPL માં અત્યારે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પંજાબ કિંગ્સનો હર્ષલ પટેલ બની ગયો છે. તેણે 12 મેચમાંથી 20 વિકેટ પોતાના નામે કરવામાં સફળતા મેળવી લીધી છે. 18 વિકેટની સાથે જસપ્રીત બુમરાહ બીજા નંબરે છે. તેણે પણ 12 જ મેચ રમી છે. આ બંનેની વચ્ચે માત્ર 2 જ વિકેટનું અંતર છે. દરમિયાન કેકેઆર માટે રમનાર વરુણ ચક્રવર્તી ત્રીજા નંબરે છે. તેણે 11 મેચ રમીને જ 16 વિકેટ લીધી છે.
આ બોલર પણ ટોપ 5 માં સામેલ
ટોપ 3 પર ભારતીય બોલર્સનો જ જલવો જોવા મળી રહ્યો છે. તે બાદ જો ટોપ 5 બોલર્સની વાત કરીએ તો ચોથા નંબરે પંજાબ કિંગ્સનો અર્શદીપ સિંહ છે. તેણે 12 મેચ રમીને અત્યાર સુધી 16 વિકેટ પોતાના નામે કરી છે. નંબર પાંચ પર સનરાઈઝર્સ હૈદરાબાદનો ટી નટરાજન છે. તેણે 10 મેચ રમીને 15 વિકેટ પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. આમ તો આ વખતે પર્પલ કેપ જીતવાના આ દાવેદાર નજર આવી રહ્યા છે પરંતુ હજુ ઘણી મેચ બાકી છે, તેમાં આ ટેબલ બદલાઈ પણ શકે છે.
મુંબઈ અને પંજાબની ટીમ IPL પ્લેઓફની રેસથી બહાર
આ દરમિયાન રસપ્રદ વાત એ છે કે જે બોલર અત્યારે ટોપ પર છે. તેમની ટીમ અત્યારે ટોપ 4 માં જવાની રેસથી બહાર થઈ ગઈ છે. કોઈ પણ સમીકરણ તેમને ત્યાં સુધી પહોંચાડી શકતુ નથી પરંતુ હજુ આ ખેલાડી પોતાની ટીમ માટે બાકીની મેચ રમી શકે છે. નંબર વન પર રહેલા હર્ષલ પટેલની ટીમે 12 મેચ રમી લીધી છે અને બે મેચ બાકી છે. જસપ્રીત બુમરાહની ટીમ મુંબઈની પણ 12 મેચ થઈ ચૂકી છે બે બાકી છે. હવે જોવાનું એ રહેશે કે બાકી મેચમાં આ બોલર કેવુ પ્રદર્શન કરે છે અને પોતાની વિકેટની સંખ્યા ક્યાં સુધી પહોંચે છે.