હરમનપ્રીત સિંઘને આંતરરાષ્ટ્રીય હોકી પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેશન
- ભારતના શ્રીજેશ-સવિતા ગોલકિપરના એવોર્ડની રેસમાં
- ૩૦ સપ્ટેમ્બર સુધી વોટિંગ કરી શકાશેે : ઓક્ટોબરમાં વિજેતાની જાહેરાત
લુસાને, તા.૬
ભારતના
ડ્રગ ફ્લિકર હરમનપ્રીત સિંઘને આંતરાષ્ટ્રીય હોકી ફેડરેશનના બેસ્ટ પ્લેયર ઓફ ધ યરના
એવોર્ડ માટે નોમિનેશન આપવામાં આવ્યું છે. જ્યારે બેસ્ટ ગોલકિપર ઓફ ધ યરના એવોર્ડની
રેસમાં ભારતના પી.આર. શ્રીજેશ અને સવિતા પુનિયાને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ
એવોર્ડ માટે ૩૦ સપ્ટેમ્બર સુધી વોટિંગ ચાલશે. જ્યારે વિજેતાની જાહેરાત ઓક્ટોબરના
પ્રારંભમાં કરવામાં આવશે.
ભારતીય
ટીમના વાઈસ કેપ્ટન હરમનપ્રીતની સાથે બેલ્જીયમના આર્થર ડી સ્લૂવર અને ટોમ બૂનને
તેમજ જર્મનીના નિકલસ વેલેન અને નેધરલેન્ડના થિયરી બ્રિન્કમાનને પણ નોમિનેશન
આપવામાં આવ્યું છે.
ટોક્યો
ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓએ ગત વર્ષના વાર્ષિક
એવોર્ડમાં સપાટો બોલાવ્યો હતો. હરમનપ્રીતે બેસટ પ્લેયરનો એળોર્ડ જીત્યો હતો.
જ્યારે મેન્સ ટીમના કોચ ગ્રેહામ રિડની સાથે ગોલકિપર સવિતા અને શ્રીજેશ પણ એળોર્ડ
જીત્યા હતા. આ ઉપરાંત ભારતની લાલ્રેમ્સિમી અને વિવેક પ્રસાદ ઈમર્જિંગ પ્લેયરનો
એવોર્ડ જીત્યા હતા.
રિડ
અને જેનેક સ્ચોપમેનને અનુક્રમે મેન્સ અને વિમેન્સ હોકી કોચના એવોર્ડની રેસમાં તક
મળી છે. જ્યારે મુમતાઝ ખાન અને સંજય રાઈઝિંગ પ્લેયરના એવોર્ડની રેસમાં છે.