World Cup 2023 : પાકિસ્તાન ટીમની મુશ્કેલી વધી!, 'કરો યા મરો' મેચ પહેલા 4 ખેલાડી હોસ્પિટલ પહોંચ્યા

પાકિસ્તાન 8 મેચમાંથી 4 જીતી પોઈન્ટ્સ ટેબલ પર પાંચમા સ્થાને છે

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : પાકિસ્તાન ટીમની મુશ્કેલી વધી!, 'કરો યા મરો' મેચ પહેલા 4 ખેલાડી હોસ્પિટલ પહોંચ્યા 1 - image
Image:IANS

World Cup 2023 PAK vs ENG : પાકિસ્તાનની ટીમ હજુ સેમિફાઈનલની રેસમાં છે. પાકિસ્તાન તેની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરોની રહેશે. જો પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામેની આ મેચ જીતવામાં સફળ થાય છે તો તેની સેમિફાઈનલમાં પહોંચવી ઉમ્મીદ વધી જશે. પરંતુ ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના 4 સ્ટાર ખેલાડીઓ હોસ્પિટલ પહોંચ્યા છે. આ ચાર ખેલાડીઓમાં પાકિસ્તાન ટીમ(Haris Rauf Injured Before PAK vs ENG Match)ના સ્ટાર ફાસ્ટ બોલર હરિસ રઉફનું નામ પણ સામેલ છે.

હરિસ રઉફના છાતીમાં થયો દુખાવો

મળેલા અહેવાલો મુજબ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફના છાતીમાં દુખાવો થયો હતો. જેના કારણે તેને હોસ્પિટલ જવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેના માટે ઇંગ્લેન્ડ સામે રમવું ખુબ મુશ્કેલ લાગી રહ્યું છે. હરિસ રઉફ ઉપરાંત ફખર ઝમાન, મોહમ્મદ વસીમ જુનિયર અને જમાલ ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે હોસ્પિટલના એક કર્મચારીનું કહેવું છે કે હરિસ રઉફ ઉપરાંત અન્ય ત્રણ ખેલાડીઓ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ હરિસ રઉફ ખરેખર ઈજાગ્રસ્ત છે.

પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર પાંચમાં સ્થાને

પાકિસ્તાન ODI World Cup 2023માં 8 મેચમાંથી 4 જીતી પોઈન્ટ્સ ટેબલ પર પાંચમા સ્થાને છે. પાકિસ્તાન તેની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે 11 નવેમ્બરના રોજ રમશે. જે પાકિસ્તાન આ મેચ જીતવામાં સફળ થાય છે તો તે સેમિફાઈનલમાં પહોંચી શકે છે. જો કે પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પ્રવેશ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ પર પણ નિર્ભર કરશે. પાકિસ્તાની ફેન્સ ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા હરિસ રઉફના સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હશે.

World Cup 2023 : પાકિસ્તાન ટીમની મુશ્કેલી વધી!, 'કરો યા મરો' મેચ પહેલા 4 ખેલાડી હોસ્પિટલ પહોંચ્યા 2 - image


Google NewsGoogle News