Get The App

હાર્દિકને કેપ્ટન બનાવવાનો દાવ ઊંધો પડ્યો: MIના નિર્ણય મુદ્દે ખૂલીને બોલ્યો હરભજન સિંહ

Updated: May 21st, 2024


Google NewsGoogle News
હાર્દિકને કેપ્ટન બનાવવાનો દાવ ઊંધો પડ્યો: MIના નિર્ણય મુદ્દે ખૂલીને બોલ્યો હરભજન સિંહ 1 - image


Image: Facebook

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી શક્યું નહીં. આ સીઝનની શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટે રોહિત શર્માને હટાવીને તેમની સ્થાને હાર્દિક પંડ્યાને નવા કેપ્ટન બનાવી દીધા. IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 14 મેચમાં માત્ર 4 જીત અને 10 મેચમાં હારની સાથે પોઈન્ટ્સ ટેબલમાં આખરી સ્થાને રહી. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી ખરાબ ટીમ સાબિત થઈ. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એકત્ર થઈને સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ મુંબઈ ઈન્ડિયન્સને અનુકૂળ આવી નહીં. 

હરભજન સિંહે મુંબઈ ઈન્ડિયન્સ પર નિશાન સાધ્યું

પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે IPL 2024માં હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સોંપવાના નિર્ણય પર મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે કહ્યું, હુ 10 વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સની સાથે રમ્યો છુ. ટીમ મેનેજમેન્ટ ખૂબ સારુ છે પરંતુ આ નિર્ણય તેમના માટે ઉલટો પડી ગયો છે. હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવતી વખતે ટીમ મેનેજમેન્ટ ભવિષ્ય વિશે વિચારી રહ્યા હતા પરંતુ આ ટીમની સાથે સેટ થયું નહીં. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ રમી રહી હતી તો એવું લાગી રહ્યું હતું કે કેપ્ટન અલગ રીતે રમી રહ્યો છે અને સમગ્ર ટીમ અલગ છે.

હાર્દિકની કેપ્ટનશિપ પર હરભજન સિંહે આપી પ્રતિક્રિયા

હરભજન સિંહે કહ્યું, મને લાગે છે કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો સમય યોગ્ય નહોતો. આ નિર્ણય એક વર્ષ બાદ લેવાનો હતો. તેમાં હાર્દિક પંડ્યાની કોઈ ભૂલ નથી કેમ કે તે ગુજરાત ટાઈટન્સનો પણ કેપ્ટન હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામૂહિક રીતે રમી નથી અને વરિષ્ઠ ખેલાડીઓએ એ નક્કી કરવાનું હતું કે ટીમ એક થઈને રહે અને તે તેવી જ રહે. ઉલ્લેખનીય છે કે IPLની પૂરી સીઝન દરમિયાન હાર્દિક પંડ્યાને ચાહકોની ટીકા વેઠવી પડી. જેની અસર આ સ્ટાર ઓલરાઉન્ડરના પ્રદર્શન પર પડી. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન તરીકે બે સીઝનમાં સફળ રહ્યા બાદ હાર્દિક પંડ્યા આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે પાછો ફર્યાં. તેને પાંચ વખતના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માના સ્થાને કમાન સોંપવાથી દર્શક ખૂબ નારાજ થયા.

ટી20 વર્લ્ડ કપ 2024ને લઈને આપ્યું મોટું નિવેદન

ભારતીય ટીમ 5 જૂનથી ટી20 વર્લ્ડ કપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમના ચાન્સને લઈને હરભજન સિંહે પોતાનો મત રજૂ કર્યો છે. હરભજન સિંહે કહ્યું, ભલે કોઈ પણ ટુર્નામેન્ટ હોય તેને જીતવી સરળ નથી. ખાસ કરીને વર્લ્ડ કપ. પાકિસ્તાનની સાથે ટી20 વર્લ્ડ કપ 2024માં મેચ ભારત માટે આ ટુર્નામેન્ટની રીત નક્કી કરશે. મને સંપૂર્ણ આશા છે કે ભારત તે મેચ જીતશે. કેમ કે આપણો રેકોર્ડ પાકિસ્તાન સામે ખૂબ સારો છે અને આપણી ટીમ પણ તેના કરતા ખૂબ શ્રેષ્ઠ છે પરંતુ અસલી ટુર્નામેન્ટ કેરેબિયન જમીન પર શરૂ થશે જ્યાં આપણી તમામ મેચ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ સામે થશે, પછી ત્યાં મેચ જોવી રસપ્રદ હશે.'


Google NewsGoogle News