હાર્દિક પંડ્યાના એક નિર્ણયથી BCCI દુવિધામાં, શ્રીલંકા સામે હવે કોણ કેપ્ટન?
Image: Facebook
Hardik Pandya Decision on India Tour of Sri Lanka: ઝિમ્બાબ્વે પ્રવાસ પર યંગ ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલે સંભાળી હતી. શ્રીલંકા પ્રવાસ પર ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે, તેને લઈને તમામ સવાલ બનેલા છે. રોહિત શર્મા આ ફોર્મેટથી સંન્યાસ લઈ ચૂક્યો છે. દરમિયાન BCCI એક વખત ફરીથી કેપ્ટનશિપને લઈને દુવિધામાં જોવા મળી રહ્યું છે.
શું ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ હોટ સીટ પર બેસવું જોઈએ કે પછી સૂર્યકુમાર યાદવને નેતૃત્વની કમાન સોંપવી જોઈએ. ભારત આ મહિનાના અંતમાં શ્રીલંકા સામે 3 ટી20 મેચ રમશે, જે નવા કોચ અને ભારતના પૂર્વ સલામી બેટ્સમેન ગૌતમ ગંભીરની પહેલી સિરીઝ છે. ભારત ટી20 મેચ બાદ 3 વનડે પણ રમશે.
બાર્બાડોસમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની ખિતાબી જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા બાદ પંડ્યા રોહિતના સિંહાસન પર બેસવા માટે યોગ્ય વિકલ્પ છે પરંતુ દરમિયાન પંડ્યાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે, વડોદરાના આ ખેલાડીના શંકાસ્પદ ફિટનેસ રેકોર્ડે સૂર્યકુમારના નામને આગળ લાવી દીધું છે.
રિપોર્ટ અનુસાર પંડ્યાએ બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) ને માહિતી આપી છે કે તે વ્યક્તિગત કારણોસર શ્રીલંકા પ્રવાસ માટે વનડે ટીમનો ભાગ બનશે નહીં. ભારતીય ટીમ 2થી 7 ઓગસ્ટ સુધી શ્રીલંકાની સાથે ત્રણ વનડે રમશે.
આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે ગંભીરે તમામ વરિષ્ઠ ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહથી શ્રીલંકા સામે ત્રણ વનડે રમવાનો આગ્રહ કર્યો છે. ખેલાડીઓએ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી કેમ કે રોહિત અને કોહલી બ્રેક લઈને પોતાના પરિવારની સાથે વિદેશ યાત્રા પર છે.
બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યુ, હાર્દિકની ફિટનેસ એક મુદ્દો છે, પરંતુ તેણે ટી20 વર્લ્ડ કપ 2024માં મોટી ભૂમિકા નિભાવી. સૂર્યકુમાર માટે અમને ટીમથી ફીડબેડ મળ્યું છે કે તેની કેપ્ટનશિપ વાળી શૈલીને ડ્રેસિંગ રૂમે સારી રીતે સ્વીકાર કર્યો છે.
સૂર્યકુમાર યાદવની થઈ હતી સર્જરી
રસપ્રદ વાત એ છે કે સૂર્યકુમાર પણ આ વર્ષની શરૂઆતમાં હર્નીયા અને પગની સર્જરી માટે ગયો હતો અને માર્ચ-મે ની IPL દરમિયાન જ તેમણે મુંબઈ ઈન્ડિયન્સ માટે વાપસી કરી હતી. બોર્ડની અંદર નિર્ણય લેનારને લાગ્યું કે પંડ્યા ભારતીય ટીમની અધ્યક્ષતા કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કેમ કે તેને વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન નિમણૂક કરાયો હતો. આમ તો રોહિતના સ્થાને નિર્ણય લેવા માટે બીસીસીઆઈ અધિકારીઓ અને સિલેક્ટર્સ તરીકે ગંભીરનો વોટ પણ મહત્વપૂર્ણ હશે.
ભારત-શ્રીલંકાનો શેડ્યૂલ
27 જુલાઈ- પહેલી ટી20, પલ્લેકેલ
28 જુલાઈ- બીજી ટી20, પલ્લેકેલ
30 જુલાઈ- ત્રીજી ટી20, પલ્લેકેલ
2 ઓગસ્ટ- પહેલી વનડે, કોલંબો
4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
7 ઓગસ્ટ- ત્રીજી વનડે, કોલંબો