IPLના ઇતિહાસની સૌથી મોટી ટ્રેડ, GTએ રિટેન કર્યાના 2 કલાકમાં જ હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી
IPL 2024 સીઝનને લઇને રવિવારનો દિવસ ખુબ ખાસ રહ્યો. આ દિવસે તમામ 10 ટીમોએ પોતાના પ્લેયર્સની રિટેન અને રિલીઝ યાદી જાહેર કરી. જેમાં ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો.
ટ્રાન્સફર વિંડો હેઠળ IPLના ઇતિહાસની સૌથી મોટી ટ્રેડ જોવા મળી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અંતે GTમાંથી અલવિદા કહ્યુ છે. હવે તેઓ પોતાની જૂની ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાયા છે.
2 કલાક પહેલા જ પંડ્યાને કર્યો હયો રિટેન
એક મોટી ટ્રેડના 2 કલાક પહેલા જ ગુજરાત ટાઇટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને રિટેન કર્યો હતો. ત્યારે મનાઇ રહ્યુ હતુ કે તેઓ આગામી સીઝનમા ગુજરાત સાથે જ રમતા જોવા મળશે. પરંતુ 2 કલાક બાદ જ મોટી ટ્રેડ દ્વારા મુંબઇએ પોતાના 8 પ્લેયર્સને રિલીઝ કર્યા છે. આ પ્લેયર્સ યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદિપ હાંગવાન, ઓડિયન સ્મિથ, અલ્ઝારી જોસેફ અને દાસુન સનાકા છે.