Get The App

કુણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમશે હાર્દિક પંડ્યા, આઠ વર્ષ બાદ ટીમમાં વાપસી

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
કુણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમશે હાર્દિક પંડ્યા, આઠ વર્ષ બાદ ટીમમાં વાપસી 1 - image


Image Source: Twitter

Syed Mushtaq Ali Trophy: ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેના ભાઈ કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમવું પડશે. આ ભારતની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ છે. બંને ભાઈઓ બરોડા માટે એક સાથે રમતા નજર આવશે. બરોડાની ટીમ ગત સિઝનમાં ટુર્નામેન્ટની રનર્સઅપ રહી હતી, પરંતુ હવે બંને ભાઈઓ ઈચ્છશે કે ટીમ ચેમ્પિયન બને. હાર્દિક પંડ્યા તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે ચાર મેચની ટી-20 સીરિઝમાં રમ્યો હતો.

છેલ્લી વખત હાર્દિક પંડ્યા વર્ષ 2016માં આ ટૂર્નામેન્ટ રમ્યો હતો

આ ટૂર્નામેન્ટમાં માત્ર હાર્દિક પંડ્યા જ નહીં પરંતુ અન્ય ઘણા ભારતીય ખેલાડીઓ પણ રમશે, જેમાં T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ સામેલ છે. આવી સ્થિતિમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ઘણા સિતારાઓથી સજેલી નજર આવશે. છેલ્લી વખત હાર્દિક પંડ્યા વર્ષ 2016માં આ ટૂર્નામેન્ટ રમ્યો હતો. ત્યારબાદથી તે વધુ ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમ્યો, કારણ કે તે મોટાભાગનો સમય નેશનલ ડ્યૂટી પર રહ્યો છે. બીજી તરફ કૃણાલ પંડ્યા ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા માટે ટોપ પરફોર્મર રહ્યો છે અને તેની કેપ્ટનશીપ પણ સારી રહી છે.

આ પણ વાંચો: 15 વર્ષના ખેલાડીએ તોડ્યો તેંડુલકરનો મહારેકૉર્ડ! 152 બોલમાં 24 છગ્ગા સાથે ફટકાર્યા 419 રન

ગત સિઝનમાં કૃણાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમનો ટોપ સ્કોરર હતો

બરોડા માટે પ્રથમ ફેઝની રણજી ટ્રોફી મેચોમાં પણ કૃણાલ પંડ્યા જ કેપ્ટન હતો. ટીમે પાંચમાંથી ચાર મેચ જીતી છે, જેમાં મુંબઈ સામે મળેલી જીત પણ સામેલ છે.  કૃણાલ પંડ્યા માટે આ સિઝન ખાસ રહી છે. લેફ્ટી બેટ્સમેને 7 ઈનિંગ્સમાં 367 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. ગત સિઝનમાં કૃણાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમનો ટોપ સ્કોરર હતો. જોકે ફાઈનલમાં બરોડા પંજાબ સામે હારી ગયું હતું. હવે આ ટુર્નામેન્ટ 23 નવેમ્બરથી શરૂ થશે અને બરોડાને ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ, ત્રિપુરા, સૌરાષ્ટ્ર, કર્ણાટક અને સિક્કિમની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપ ખૂબ જ રસપ્રદ છે. 


Google NewsGoogle News