નતાશા સાથે છૂટાછેડા અને પછી કેપ્ટન્સી ગુમાવ્યાં બાદ પહેલીવાર હાર્દિક બોલ્યો - 'ક્યારેક ક્યારેક મગજને...'
Image : IANS |
Hardik Pandya: શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા (Team India)નું એલાન કરી દેવાયું છે. ટીમનું સુકાનીપદ સૂર્યકુમારને સોંપાયું છે. જ્યારે રોહિત શર્મા (Rohit Sharma)વન-ડેમાં કેપ્ટન્સી સંભાળશે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બંને સીરિઝ માટે શુભમન ગિલ (shubman gill)ને વાઈસ કેપ્ટન બનાવાયો છે. આમ તો T-20 કેપ્ટન્સીની રેસમાં સૌથી આગળ હાર્દિક પંડ્યાનું નામ હતું પણ આ મામલે સૂર્યકુમાર આગળ નીકળી ગયો. 18 જુલાઈની તારીખ હાર્દિક માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઇ. આ દિવસે જ હાર્દિકે નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) સાથે છૂટાછેડાનું એલાન કર્યું. હવે આ મામલે હાર્દિક પંડ્યાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જે ચર્ચામાં છે.
હાર્દિકે તમામ લાગણીઓ છુપાવવાનો કર્યો પ્રયાસ
હાર્દિક પંડ્યા હાલના સમયે મેદાનની અંદર અને બહાર ઘણા પડકારોનો સામનો કરી રહ્યો હોવા છતાં, તમે તેના ચહેરા પરની ચિંતા જોઈ શકો છો જે તે સારી રીતે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તાજેતરની ઘટનાઓને કારણે તે ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ પોતાની 'સ્પોર્ટ્સ એપેરલ બ્રાન્ડ'ના લોન્ચિંગ પ્રસંગે હાર્દિકે તેની તમામ લાગણીઓ છુપાવતા ફિટનેસ પર લાંબી વાત કરી.
આ પણ વાંચો : ગંભીરે કમાન સંભાળતા જ ટીમ ઈન્ડિયામાં ત્રણ મોટા વિવાદ
શરીર થાકે છે તો આપણું મગજ પણ થાકી જાય છે
હાર્દિક પંડ્યાએ કહ્યું કે જ્યારે આપણું શરીર થાકે છે તો આપણું મગજ પણ થાકી જાય છે. ક્યારેક ક્યારેક આપણા મગજને વિચારો વિના રાખવું મહત્ત્વપૂર્ણ હોય છે. જ્યારે મારા ટ્રેનર મને 10 પુશઅપ કરવા કહે છે તો હું હંમેશા 15 કરું છું. તેનાથી જ મારો રુટિન સ્ટેમિના વધ્યો છે અને મને લાગે છે કે દરેક વ્યક્તિ જે ફિટનેસ યાત્રા શરૂ કરવા માગે છે તેણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જ જોઈએ.
આ પણ વાંચો : કોહલી અને શાસ્ત્રીએ વર્લ્ડ કપમાં કર્યો અન્યાય? આખરે શમીનું દુઃખ છલકાઈ ગયું