Get The App

સ્ટમ્પસની પાછળ એક વ્યક્તિ છે જે બતાવે છે કે...: CSK સામે પરાજય બાદ ધોની માટે જુઓ શું બોલ્યો હાર્દિક

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
સ્ટમ્પસની પાછળ એક વ્યક્તિ છે જે બતાવે છે કે...: CSK સામે પરાજય બાદ ધોની માટે જુઓ શું બોલ્યો હાર્દિક 1 - image


Hardik Pandya Statement: IPL 2024ની 29મી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 20 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવર રમીને 206 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા મુંબઈના બેટ્સમેનો માત્ર 186 રન સુધી જ પહોંચી શક્યા હતા. રોહિત શર્માની શાનદાર સદી છતાં મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ નિવેદન આપ્યું છે. હાર્દિકે ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોની પણ પ્રશંસા કરી.

સ્ટમ્પસની પાછળ એક વ્યક્તિ છે 

મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આ લક્ષ્ય ચોક્કસપણે હાંસલ કરી શકાય તેવો હતો પરંતુ તેમણે ઘણી સારી બોલિંગ કરી. તેઓ પોતાના પ્લાનિંગમા અને પોતાના અપ્રોચમાં સ્માર્ટ હતા. CSK પાસે સ્ટમ્પની પાછળ એક વ્યક્તિ (ધોની) છે જે તેમને કહેતો રહે છે કે આ વિકેટ પર શું કરવું જોઈએ જે યોગ્ય હશે અને તેનાથી બોલરોને ઘણી મદદ કરે છે. પીચ અંગે હાર્દિકે કહ્યું, આ પીચ ઉપર ઉઠી રહી હતી અને મુશ્કેલ બની રહી હતી.

અમે આગામી ચાર મેચ માટે તૈયાર છીએ

હાર્દિકે વધુમાં કહ્યું કે, પથિરાનાના આક્રમણ અને બે વિકેટ ઝડપવા પહેલા અમે રન ચેઝમાં ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા હતા. અમે કંઈક અલગ કરી શક્યા હોત. મને પર્સેન્ટેજ ક્રિકેટ રમવાનું પસંદ છે. અમે આગામી ચાર મેચ માટે તૈયાર છીએ. સારું ક્રિકેટ રમવાની જરૂર છે. અમારે ઈન્ટેસિટી હાઈ રાખવાની જરૂર છે.       


Google NewsGoogle News