World Cup 2023 : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પટેલ ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમે, બેંગાલુરુમાં થશે સારવાર

હાર્દિક પંડ્યાના ઘૂંટણના ભાગમાં જે ઈજા થઇ તેની સારવાર બેંગલુરુમાં ચાલી રહી છે

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પટેલ ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમે, બેંગાલુરુમાં થશે સારવાર 1 - image


hardik pandya injury world cup 2023 : World Cup 2023માં ભારતનું અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે અને તે બધી જીત્યું છે એવા હાલ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ગઈકાલે તેની મેચમાં વાપસી જોવા મળી ન હતી એવા આજે અપડેટ આવી રહ્યું છે કે, ભારતની આવતી મેચ જે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે તેમાં પણ હાર્દિક પંડ્યા રમી શકશે નહીં કારણ કે હાલ બેંગલુર સ્થિત હોસ્પિટલમાં તેની ઇન્જરી માટે સારવાર ચાલી રહી છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાના ઘૂંટણના ભાગમાં જે ઈજા થઇ તેની સારવાર બેંગલુરુમાં ચાલી રહી છે. ઉપરાંત બીસીસીઆઈએ ઈંગ્લેન્ડના નિષ્ણાત ડૉક્ટરની સલાહ પણ લીધી હતી. 

ઈંગ્લેન્ડ સામેની મેચ રમી શકે તેવી શક્યતા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિકને બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લઈ જવામાં આવશે જ્યાં ઈંગ્લેન્ડના નિષ્ણાત ડોક્ટર તેની સારવાર કરશે. 29 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા હાર્દિક લખનઉમાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે ઈંગ્લેન્ડ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે.

ચોગ્ગો રોકવાના પ્રયાસમાં હાર્દિકને થઇ ઈજા

ભારત સામે બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યા 9મી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ચોગ્ગાને રોકવાના પ્રયાસમાં પંડ્યાને ઈજા થઇ હતી. પંડ્યાને ઈજા થયા બાદ તરત જ ફિઝિયો મેદાન પર આવ્યા અને તેની ટ્રીટમેન્ટ કરવા લાગ્યા હતા. જો કે ફિઝિયોની સારવાર બાદ હાર્દિક બોલને પકડીને બોલિંગ કરવા માંગતો હતો, પરંતુ તે બોલિંગ કરી શક્યો ન હતો, જેના કારણે તેણે બોલિંગ છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું.


Google NewsGoogle News