હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની સિરીઝમાંથી થયો બહાર, IPL રમવા અંગે પણ સસ્પેન્સ

હાર્દિક પંડ્યાને ODI World Cup 2023માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન ઈજા થઇ હતી

IPL 2024 પહેલા મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને ગુજરાત ટાઈટન્સથી ટ્રેડ કરી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની સિરીઝમાંથી થયો બહાર, IPL રમવા અંગે પણ સસ્પેન્સ 1 - image
Image:IANS

Hardik Pandya Out Of The IND vs AFG Series : ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને આ પ્રવાસથી પરત ફર્યા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે 3 મેચની T20I રમવાની છે. આ સિરીઝમાંથી હાર્દિક પંડ્યા બહાર થઇ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક અફઘાનિસ્તાન સામે રમાનાર સિરીઝમાંથી બહાર થશે તે નિશ્ચિત છે. પરંતુ તે IPL 2024માં પણ રમશે કે નહીં તે પણ શંકાસ્પદ છે.

બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન થઇ હતી ઈજા

હાર્દિક પંડ્યાને ODI World Cup 2023માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન ઈજા થઇ હતી. આ ઈજાના કારણે તે સમગ્ર વર્લ્ડકપથી બહાર થઇ ગયો હતો. હાર્દિક આ ઈજાના કારણે જ પહેલા ઓસ્ટ્રેલિયા અને તે પછી સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયો હતો. તે હજુ સુધી આ ઈજાહતી સંપૂર્ણપણે રિકવર કરી શક્યો નથી.

હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો

હાર્દિક પંડ્યાને IPL 2024 પહેલા મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સથી ટ્રેડ કર્યો હતો. તે પછી તેને રોહિત શર્માની જગ્યાએ ટીમનો કેપ્ટન પણ બનાવ્યો હતો. હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સ માટે IPLની કુલ 7 સિઝન રમી છે. તે પછી વર્ષ 2022માં ગુજરાત ટાઈટન્સે હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કર્યો અને તેને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો હતો. હાર્દિકે IPL 2022માં ડેબ્યુ કરનાર ગુજરાતની ટીમને તેની પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવી હતી. ત્યારબાદ IPL 2023માં ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલ પહોંચી હતી. જ્યાં તેને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની સિરીઝમાંથી થયો બહાર, IPL રમવા અંગે પણ સસ્પેન્સ 2 - image


Google NewsGoogle News