Get The App

VIDEO: મજાક મસ્તીમાં હાર્દિકે પકડયું સૂર્યકુમારનું ગળું, ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસમમાં કોચ ગંભીર હસી પડ્યા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
hardik pandya suryakumar yadav


ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી T20 શ્રેણી શરૂ થવા જઈ રહી છે. ભારતીય ટીમ થોડા દિવસ અગાઉથી જ શ્રીલંકા પહોંચી ગઈ છે. ટીમે અહીં પ્રેક્ટિસ કરવામાં પણ પરસેવો પાડ્યો હતો. હવે 

આ શ્રેણીમાં નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની પરીક્ષા થશે.  આ અગાઉ ટીમની પ્રેક્ટિસનો એક વીડિયો વાયરલ થયો છે. જે BCCIએ પોતે જ પોતાના સોશિયલ મીડીયા હેન્ડલ પરથી શેર કર્યો છે. જેમાં ખેલાડીઓ આપસમાં મસ્તી કરતાં દેખાય છે. ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પોતે સૂચના આપી રહ્યા છે કે કઈ રીતે તેઓ પ્રેક્ટિસ કરશે. એ દરમિયાન ટીમનો કેપ્ટન સુર્યકુમાર યાદવ પોતે કઇંક મજાકમાં કહે છે. જેના કારણે હાર્દિક પંડ્યા તેને વળગી પડે છે અને પાછળથી વિકેટકીપર ઋષભ પંત પણ ભેટી પડે છે. બધા ખેલાડીઓ વચ્ચે આપસમાં સારી કેમેસ્ટ્રી દેખાય રહી છે. 

અગાઉ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ટીમની કેપ્ટન્સીને લઈને તણાવ હોય તેવી અફવાઓ ઊડી રહી હતી જેના પર હવે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. ટીમ શ્રીલંકામાં શ્રેણી જીતવા અને સારું ક્રિકેટ રમવા તૈયાર છે. ખેલાડીઓ પ્રેક્ટિસ સેશન દરમિયાન પરસેવો પાડી રહ્યા છે. યુવા ક્રિકેટર્સ સાથે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાનું બોંડિંગ પણ સારું જણાઈ રહ્યું છે. આજે ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસની પ્રથમ T20 મેચ રમશે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન સૂર્યકુમાર યાદવ રહેશે. ક્રિકેટ ચાહકો માટે નવાઈની વાત એ રહેશે કે સૂર્યકુમાર કયા ટીમ કોમ્બિનેશન સાથે રમવાનું પસંદ કરશે. 

ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમે કેટલાક નવોદિતોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન આપવાનું નક્કી કર્યું હતું. ભારતીય ટીમે રિયાન પરાગ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રીન્કુ સિંઘ જેવા ખેલાડીઓ સાથે જુનિયર ટીમને રમવાની તક આપી હતી. હવે તેમાંથી કેટલાક ક્રિકેટર્સને પડતાં મુકાયા છે તો કેટલાકને ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં રમવાની તક મળી છે. આમાંથી એક છે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો રિયાન પરાગ. રિયાનને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં વધારે તક મળી શકી નહોતી . તેણે 3 મેચની 2 ઇનિંગમાં 24 રન બનાવ્યા હતા અને એક ઓવર ફેંકી હતી જેમાં 5 રન આપ્યા હતા. હવે શ્રીલંકા સામેની શ્રેણીમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેને તક આપે છે કે નહીં તે જોવાનું રહેશે.


Google NewsGoogle News