Get The App

પંજાબ સામે જીતવા છતાં હાર્દિક પંડ્યાને આ ભૂલ ભારે પડી, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને થયો લાખોનો દંડ

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
પંજાબ સામે જીતવા છતાં હાર્દિક પંડ્યાને આ ભૂલ ભારે પડી, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને થયો લાખોનો દંડ 1 - image


IPL 2024:  મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ગુરુવારે પંજાબ કિંગ્સ સામે આઈપીએલ 2024ની 33મી મેચમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કરી રહેલો હાર્દિક નિર્ધારિત સમયમાં બોલિંગની 20 ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ

બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને 18 એપ્રિલે PCA ન્યૂ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવી રાખવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે." 

સ્લો ઓવર રેટ સંબંધિત આઈપીએલની આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં હાર્દિક પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આ ભૂલનું પુનરાવર્તન થશે તો હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સના અન્ય ખેલાડીઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને નવ રનથી હરાવ્યું હતું 

મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને નવ રનથી હરાવ્યું હતું. મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 19.1 ઓવરમાં 183 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સિવાય પંજાબ તરફથી કોઈપણ બેટ્સમેન 21 રનથી વધુ રન બનાવી શક્યો નહોતો. 

પંજાબ સામે જીતવા છતાં હાર્દિક પંડ્યાને આ ભૂલ ભારે પડી, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને થયો લાખોનો દંડ 2 - image


Google NewsGoogle News