World Cup 2023 : હાર્દિક પંડ્યાની હેલ્થને લઈ આવ્યું મોટું અપડેટ, હવે દિવાળીએ ઉતરશે મેદાનમાં!

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે મુંબઈમાં મેચ રમાનાર છે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
World Cup 2023 : હાર્દિક પંડ્યાની હેલ્થને લઈ આવ્યું મોટું અપડેટ, હવે દિવાળીએ ઉતરશે મેદાનમાં! 1 - image
Image:IANS

World Cup 2023 Hardik Pandya Health Update : ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19 ઓક્ટોબરના રોજ ODI World Cup 2023ની બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં રમી શક્યો ન હતો. હવે હાર્દિકની ઈજા અંગે સમાચાર મળી રહ્યા છે કે તે 12 નવેમ્બરના રોજ નેધરલેન્ડ્સ સામે બેન્ગલુરુંમાં ભારતીય ટીમની અંતિમ લીગ મેચથી ટીમમાં વાપસી કરશે.

હાર્દિક છેલ્લી લીગ મેચ રમશે - સૂત્ર

હાર્દિક પંડ્યા ઈજાના કારણે આવતીકાલે શ્રીલંકા સામે રમાનાર મેચમાં હજાર નહીં હોય. આ ઉપરાંત તે 5 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામે રમાનાર મેચમાં પણ નહીં રમી શકે. BCCIના એક સુત્રે જણાવ્યું હતું કે, 'તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને છેલ્લી લીગ મેચ રમી શકશે. એ પણ શક્ય છે કે તે સીધો સેમિફાઇનલ રમે.' હાર્દિક પંડ્યા હાલ બેન્ગલુરુંમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે.

લખનઉમાં ટીમ સાથે જોવવાનો હતો હાર્દિક

ઇંગ્લેન્ડ સામે ભારતની જીત બાદ બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ પંડ્યાની ટીમમાં ટૂંક સમયમાં વાપસીની આશા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ' મેડિકલ ટીમ આ મુદ્દે ધ્યાન દઈ રહી છે અને તે હાર્દિક અને એનસીએ સાથે સંપર્કમાં પણ છે. અમે એક-બે દિવસમાં અપડેટ મળવાની આશા કરી રહ્યા છે.' પંડ્યાને ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચ પહેલા લખનઉમાં ભારતીય ટીમ સાથે જોડાવવાનું હતું. પરંતુ તે ટીમ સાથે ન હતો. 

World Cup 2023 : હાર્દિક પંડ્યાની હેલ્થને લઈ આવ્યું મોટું અપડેટ, હવે દિવાળીએ ઉતરશે મેદાનમાં! 2 - image


Google NewsGoogle News