World Cup 2023 : વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનું છલકાયું દર્દ, સોશ્યલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ

હાર્દિક પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનું છલકાયું દર્દ, સોશ્યલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ 1 - image


World Cup 2023 : ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ODI World Cup 2023થી બહાર થઇ ગયો છે. તે ઈજાના કારણે સંપૂર્ણ ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં  હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો. ટુર્નામેન્ટથી બહાર થવા બાદ હાર્દિકે સોશ્યલ મીડિયા પર એક ખુબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

હાર્દિકે વ્યક્ત કર્યું પોતાનું દુખ

હાર્દિક પંડ્યા(Hardik Pandya First Reaction After Being Out Of World Cup 2023)એ ODI World Cup 2023માંથી બહાર થવા પર સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કરતા લખ્યું, 'એ વાત પચાવવી મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપની બાકીની મેચો નહીં રમી શકીશ. હું ટીમની સાથે રહીશ અને દરેક મેચના દરેક બોલ પર તેમને પ્રોત્સાહિત કરીશ. દરેકની શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થન બદલ આભાર. આ ટીમ ખાસ છે અને મને ખાતરી છે કે અમે દરેકને ગૌરવાન્વિત કરીશું.'

હાર્દિકની ઉપસ્થિતિ ટીમમાં સંતુલન લાવે છે

હાર્દિક પંડ્યાની ટીમમાં ઉપસ્થિતિથી ટીમમાં સંતુલન જોવા મળે છે. ભારત પાસે 6 બોલિંગ ઓપ્શન સાથે બેટિંગમાં પણ વિકલ્પ હોય છે. હાલ ભારતીય ટીમમાં માત્ર 5 બોલર્સ છે. હાર્દિકની ગેરહાજરીમાં ભારત ODI World Cup 2023માં ત્રણ મેચ રમ્યું છે અને અત્યાર સુધી ટીમને તેની ખોટ મહેસુસ થઇ નથી. પંડ્યાના ટીમથી બહાર જવાના કારણે મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. શમીએ 3 મેચમાં 14 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન બતાવ્યું છે જયારે સૂર્યા પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે.

World Cup 2023 : વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનું છલકાયું દર્દ, સોશ્યલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ 2 - image


Google NewsGoogle News