ઈશાન કિશન માટે ભાવુક થયો હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સથી વિદાઇ મામલે જુઓ શું કહ્યું
Image ; X |
Hardik Pandya On Ishan Kishan : આગામી IPL 2025ના મેગા ઓક્શનમાં પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઈશાન કિશનને બહાર કરીને બધાને ચોંકાવી દીધા છે. ઓક્શનમાં મુંબઈની ટીમે ઈશાનને ખરીદવામાં વધુ રસ દાખવ્યો ન હતો. અને સનરાઈઝર્સ હૈદરાબાદ તેને 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સને પણ ઈશાન કિશનને છોડવાનું દુ:ખ છે. હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સે તેમના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈશાન કિશનને વિદાય આપતો સંદેશ આપ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યા કહ્યું, અમે તને મિસ કરીશું
મુંબઈ ઈન્ડિયન્સ છોડ્યા બાદ હવે હાર્દિક પંડ્યાએ ઈશાન કિશનને એક વિદાય સંદેશ આપ્યો હતો. હાર્દિકે ઈશાનને મુંબઈ ઈન્ડિયન્સનો પોકેટ ડાયનેમો ગણાવ્યો છે. વિડીયોમાં હાર્દિક પંડ્યાએ ભાવુક થતા કહ્યું હતું કે, તે(ઈશાન) હંમેશા ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ સારું રાખતો હતો. તે ઘણાં લોકોને હસાવતો હતો. અમે તેને મિસ કરીશું. ઈશાન કિશન તું મુંબઈ ઈન્ડિયન્સનો પોકેટ ડાયનેમો હતો. અને અમે બધા તને યાદ કરીશું. અમે બધા તને પ્રેમ કરીએ છીએ.
ઓકશનમાં મુંબઈ ઈન્ડિયન્સે ઈશાનને ખરીદવા માટે રસ ન દાખવ્યો
ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ઈશાનને રીલિઝ કરી દીધો હતો. અને ઓકશનમાં પણ મુંબઈએ તેને લેવા માટે વધારે રસ દાખવ્યો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સે ઈશાનને ખરીદવા માટે રૂ. 3.20 કરોડ સુધીની બોલી લગાવી હતી. પરંતુ પછી મુંબઈ તેના પર વધારે બોલી લગાવી ન હતી. અને પછી સનરાઇઝર્સ હૈદરાબાદે ઇશાનને 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હવે ઇશાન સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે
હવે ઇશાન આગામી IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતો જોવા મળશે. IPL 2025ના ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ખેલાડીઓને રિટેન રાખ્યા હતા. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માના નામનો સમાવેશ થાય છે. અહીં તમને જણાવી દઈએ કે ઈશાન કિશન 6 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL રમી રહ્યો હતો.