હાર્દિક પંડ્યાએ નતાશાને ટ્રોલ કરતાં લોકોને આપ્યો આંચકો, નતાશાની પોસ્ટ પર જુઓ શું કૉમેન્ટ કરી
Hardik Pandya Comment on Natasa Stankovic's Post: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિકે લગ્નસંબંધમાંથી છૂટા થવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા જાણે બે ગ્રુપમાં વહેંચાઈ ગયું હતું. કેટલાંક લોકો હાર્દિકની તરફેણ કરી રહ્યા હતા અને નતાશા અંગે જાતજાતની ટિપ્પણી કરી રહ્યા હતા. તો કેટલાંક લોકો હાર્દિક પંડ્યા પર દોષનો ટોપલો ઢોળી તેની ટીકા કરી રહ્યા હતા. પરંતુ આ તમામ લોકોને હાર્દિકે એક નાનકડી હરકતથી જવાબ આપી દીધો છે.
નતાશા હાલ પોતાના વતન સર્બિયામાં છે. થોડા દિવસ અગાઉ જ તે હાર્દિક અને તેનાં દીકરા અગત્સ્ય સાથે સર્બિયા પહોંચી ગઈ હતી. થોડા જ દિવસમાં અગત્સ્યનો જન્મદિવસ આવે છે. ત્યારે તેણે સર્બિયાના એક થીમ પાર્કની મુલાકાત લીધી હતી અને તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ ફોટો પર હાર્દિક પંડ્યાએ બે વખત કૉમેન્ટ કરી હતી.
નતાશાની આ પોસ્ટમાં તે અને અગત્સ્ય એક ડાયનાસોરના ફોટો આગળ પોઝ આપતા દેખાય છે. અગત્સ્ય સન ગ્લાસિસ સાથે બ્રાઉન રંગના ટીશર્ટ અને શોર્ટ પહેરીને ઊભેલો દેખાય છે. બન્ને ડરાવતા હોય એમ પોઝ આપી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ આ ફોટો ઉપર કૉમેન્ટ કરતાં પર એવિલ આઇ અને હાર્ટનું ઇમોજી પોસ્ટ કર્યું હતું.
કેટલાંક ક્રિકેટ પ્રેમીઓએ કૉમેન્ટ સેક્શનમાં એવું પણ લખ્યું હતું કે, બન્નેને સાથે રહેવું કે છૂટા પડવું એ તેઓની અંગત બાબત છે, આ અંગે આપણે કૉમેન્ટ ન કરવી જોઈએ. એ તેમની પર્સનલ લાઈફનો પ્રશ્ન છે.
હવે પુત્રની દેખભાળ કોણ કરશે?
હાર્દિકે પુત્રની દેખભાળ સંદર્ભે લખ્યું છે કે, ‘અમે અમારા જીવનમાં અગસ્ત્યને મેળવીને ભાગ્યશાળી છીએ. અમારો પુત્ર અમારી જિંદગીનો હંમેશા આધાર રહેશે. અમે બન્ને તેની દેખભાળ કરીશું. પુત્રને દુનિયાની બધી જ ખુશીઓ મળે તે માટે અમે પૂરો પ્રયાસ કરીશું અને તેની ખુશી માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે, આ મુશ્કેલ સમયમાં તમારો સપોર્ટ મળશે અને અમારી પ્રાઈવસી સમજશો.’
હાર્દિક-નતાશાએ 2020માં કર્યા હતા લગ્ન
હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ 31મે, 2020માં લોકડાઉન સમયે બન્નેના લગ્ન થયા હતા. તેમણે હિન્દુ અને વેસ્ટર્ન એમ બન્ને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 30 જુલાઈના રોજ તેમના ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું.
નતાશાએ અગાઉ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી સ્ટોરી
આ પહેલાં નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘હોમ સ્વીટ હોમ’. આ પોસ્ટમાં એક કાર અને ઘર દેખાઈ રહ્યું છે. ઘર વિદેશનું હોવાનું જણાઈ આવે છે. અર્થાત્ નતાશા તેના સર્બિયાના ઘરની વાત કરી રહી છે. તેની બીજી સ્ટોરીમાં તેનો અને હાર્દિક પંડ્યાનો પુત્ર અગત્સ્ય દેખાય છે. સાથે એક પેટ ડોગ એટલે કે પાલતુ શ્વાન દેખાય છે. આ સ્ટોરીમાં તેણે માસા એવું લખીને સફેદ હાર્ટ રાખ્યું છે અને ત્રીજી સ્ટોરીમાં તેણે અગત્સ્યને ભેટીને હેપી બર્થ ડે વિશ કર્યું છે. જો કે અગત્સ્યનો જન્મદિવસ 30 જુલાઈ છે.