Get The App

હાર્દિક પંડયાનો થોડા મહિના પહેલા જ્યાં હુરિયો બોલ્યો હતો, એ સ્થળે ક્રિકેટ ફેન્સે જુઓ શું કર્યું

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
HARDIK PANDYA


Cricket fans welcome Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમ 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ જીતી છે. આખા દેશમાં ઉત્સવ જેવો માહોલ છે. બાર્બડોસથી ભારતીય ક્રિકેટ ટીમ ટ્રોફી સાથે આજે સવારે દિલ્હી આવી પહોંચી હતી. ત્યાર બાદ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. ખેલાડીઓએ ટ્રોફી અને વડાપ્રધાન સાથે તસવીરો પણ પડાવી હતી. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈ પહોંચી હતી. મુંબઈમાં ટીમનો ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો. 

મુંબઈમાં બસ પરેડ 

મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. આ તમામ ચાહકો ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોની રાહ જોઈ રહ્યા હતા. એક અંદાજ પ્રમાણે આશરે 2-3 લાખ જેટલા લોકો અહીં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે ભેગા થયા હતા. 

વાનખેડેમાં હાર્દિક માટે નારા લાગ્યા 

હાર્દિક પંડયાએ પોતાના ક્રિકેટ કરિઅરની શરૂઆતમાં જ મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં રમવાનું શરૂ કર્યું હતું. માટે એક રીતે મુંબઈ તેનું હોમ ગ્રાઉન્ડ હતું. ત્યાર બાદ તે ગુજરાત ટાઈટન્સ સાથે કેપ્ટન તરીકે જોડાયો અને બે સિઝન બાદ ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે કેપ્ટન તરીકે જોડાયો. 

રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદેથી હટાવી હાર્દિક પંડયાને કેપ્ટન બનાવાતા મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ નારાજ થઈ ગયા હતા. ત્યાર પછી આઈપીએલમાં હાર્દિક પંડયાનો હુરિયો બોલ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો હતો. 

હાર્દિક પંડયાનું અંગત જીવન પણ ડખે ચડી ગયું હોય એવું લાગી રહ્યું હતું. જો કે અહીંથી ફરીથી કમબેક કરતાં હાર્દિકે પરફોર્મ કરવાનું ચાલુ રાખ્યું હતું. T20 વર્લ્ડકપની ફાઇનલ ઓવરમાં તેણે 16 રન ડિફેન્ડ કર્યા હતા. અગાઉ હેન્રી ક્લાસેનની મહત્વની વિકેટ પણ ઝડપી હતી. છેલ્લી ઓવરમાં મિલરની વિકેટ પણ ઝડપી હતી. હાર્દિક પંડયાના આ પ્રદર્શન બાદ ક્રિકેટ પ્રેમીઓ તેનાથી ફરીથી પ્રભાવિત થઈ ગયા હતા. વાનખેડેમાં ભારતીય ટીમના વિજયની ઉજવણીમાં હાર્દિક હાર્દિકના નારા પણ લાગ્યા હતા. આ એક ઉદાહરણ છે કે માણસનો સમય બદલાય છે. ખરાબ સમય હોય તો પણ મહેનત કરતાં રહેવું જોઈએ. ફરીથી સારો સમય આવે જ છે. 


Google NewsGoogle News