હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો ખાસ રેકૉર્ડ તોડ્યો, આ મામલે બન્યો અવ્વલ: લોકોએ કર્યા વખાણ
Hardik Pandya Broke Virat Kohli's Record : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ઓલરાઉન્ડર હાર્દિકે પંડ્યાએ 36 રનોની તોફાની ઇનિંગ રમીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હાર્દિકે શાનદાર ઇનિંગ રમતા 16 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન કર્યા હતા. આ સાથે જ હાર્દિકે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
હાર્દિક હવે T20Iમાં ભારત માટે સૌથી વધુ છગ્ગો મારીને મેચ જીતાડનાર ખેલાડી બની ગયો છે. T20Iમાં હાર્દિકે 5 વાર છગ્ગો મારીને ભારતીય ટીમને વિજયી બનાવી હતી. વિરાટ કોહલી અત્યાર સુધીમાં 4 વખત આવું કરી ચૂક્યો છે. આ યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંતનું નામ પણ સામેલ છે. જેમણે ત્રણ-ત્રણ વખત છગ્ગા મારીને ભારતને T20Iમાં જીત અપાવી હતી.
🚨 HARDIK PANDYA CREATED HISTORY..!!
— Sports With Naveen (@sportscey) October 6, 2024
- Hardik Pandya has finished most T20I matches with a six for India. 🤯 pic.twitter.com/78FOwlYO7M
બાંગ્લાદેશ સામેની પહેલી T20Iમાં ભારતીય ક્રિકેટ ટીમે તો જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 127 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે 12મી ઓવર અને 7 વિકેટ બાકી હતી ત્યાં જ જીત મેળવી લીધી હતી.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યાનો નો લૂક શોટ વાયરલ, યુઝર્સ બોલ્યાં - અમારી પાસે બોલવા માટે શબ્દો નથી....
આ મેચમાં ભારતીય બોલર અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટો ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, મયંક યાદવ, વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ મેળવી હતી. શાનદાર બોલિંગ કરતા અર્શદીપે 3.5 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ મેળવી હતી. તેના શાનદાર પ્રદર્શનને લઈને તેને પ્લેયર ઓફ ધ મેંચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની T20I સીરિઝની બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્લીના અરુણ જેટલી સ્ટેડીયમ ખાતે યોજાશે.