વર્લ્ડકપના હીરો હાર્દિકનું દર્દ છલકાયું: ભાવુક થઈ કહ્યું- જે મને દુખી જોઈને ખુશ થઈ રહ્યા હતા...
Team India Victory Parade : ભારતીય ટીમના વિસ્ફોટ ખેલાડી રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાનીમાં વન-ડે વર્લ્ડકપ-2023 (ODI World Cup-2023) રમાયો હતો, જોકે આ દરમિયાન ભારત સેમિફાઈનલ સુધી પણ પહોંચી શક્યું નહતું. પછી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ IPL-2024 રમાયો હતો, તેમાં પણ રોહિત નિષ્ફળ ગયો હતો અને મુંબઈની ટીમ કુલ 14 મેચોમાંથી માત્ર ચાર મેચ જીતી શકી હતી. આ દરમિયાન રોહિતની સાથે હાર્દિક પડ્યા (Hardik Pandya)એ પણ ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. રોહિતના ફેન્સે એવું વર્તન કર્યું હતું કે, જાણે કોઈ દુશ્મન દેશના જાસૂસને આ જવાબદારી સોંપાઈ હોય. રમતના મેદાનથી ઉભી થયેલી મુશ્કેલીઓ છેક અંગત જીવન સુધી પહોંચી ગઈ, છુટાછેડાના સમાચારો પણ ઉડવા લાગ્યા. તે સમયે એવી સ્થિતિ બની કે, મોટામાં મોટો જીગરવાળો વ્યક્તિ પણ હારવા લાગ્યો. જોકે હાર્દિક પંડ્યા હાર માનનારો વ્યક્તિ નથી. આ ખેલાડીએ ટી20 વર્લ્ડકપ-2024ની ફાઈનલ મેચમાં સૌથી મુશ્કેલ ઓવરોમાંથી એક ઓવર નાખી અને ભારતને સફળતા અપાવી. આમ ભારત 13 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની શક્યું હતું.
હાર્દિક પંડયાનો થોડા મહિના પહેલા જ્યાં હુરિયો બોલ્યો હતો, એ સ્થળે ક્રિકેટ ફેન્સે જુઓ શું કર્યું
હું ઘણા સમયથી ચુપ રહ્યો હતો : હાર્દિક
ટી20 વર્લ્ડકપ-2024 (T20 World Cup-2024)ની છેલ્લી ઓવરમાં જબરદસ્ત બોલિંગ કરનારો હાર્દિક પંડ્યા છ મહિનાથી પોતાના દુઃખને છુપાવીને જીવી રહ્યો હતો. ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ તેણે પોતાનામાં છલકાયેલું દુઃખ છુપાવવું જરૂરી ન સમજ્યું અને તેણે સ્ટાર્ટ સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન દિલ ખોલીને વાત કરી. જ્યારે હાર્દિકને એવું પૂછવામાં આવ્યું કે, હવે તમે વર્લ્ડ ચેમ્પિયન છો, કેવું લાગી રહ્યું છે? તો તેણે કહ્યું કે, ‘મેં ઘણી મહેનત કરી છે, હું ઘણા સમયથી ચુપ રહ્યો હતો. જ્યારે ઘણી મહેનત કર્યા બાદ આવું પરિણામ મળે, તો વિશ્વાસ નથી આવતો. આ બધુ કદાચ લખેલું હોય છે.’
VIDEO : વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કર્યો ડાન્સ, રોહિતે હાર્દિક-સૂર્યાના કર્યા વખાણ
‘હું તેમને ખુશી આપવા માંગતો નથી, જેઓ મારા દુઃખના સમયે ખુશ થયા છે’
હાર્દિકને એમ પણ પૂછવામાં આવ્યું કે, મેલબોર્નમાં વર્લ્ડકપ-2022ની હાર બાદ તમને જોયા, વર્લ્ડકપ-2023માં અનફિટ થઈને બહાર થતા જોયા, જોકે આ પહેલા તમને ક્યારેય ઈમોશનલ થતા જોયા નથી. તમે આ બાબતે શું કહેવા માંગો છો? તો હાર્દિકે કહ્યું કે, ‘આ જીતને શબ્દોમાં બોલવું સરળ નથી. તે વખતે મને મારા છેલ્લા છ મહિના યાદ આવ્યા હતા. જોકે હું મુશ્કેલ સમયમાં પણ તૂટ્યો નથી. હું તે લોકોને ખુશી આપવા માંગતો નથી, જેઓ મારા દુઃખના સમયે ખુશ થયા છે. અને જુઓ તક પણ કેવી મળી... વર્લ્ડકપની છેલ્લી ઓવર...’
અદ્ભુત મીટિંગ રહી, ગર્વ છે સર...: PM મોદીને મળ્યા બાદ જુઓ શું બોલ્યો વિરાટ કોહલી
ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન
સાઉથ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે ભારત માટે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. જોકે સૌથી મહત્વની વાત એ છે કે, તેણે મુખ્ય બે બેટ્સમેનોને પણ આઉટ કર્યા હતા, જેઓ મેચને કોઈપણ દિશામાં લઈ જઈ શકતા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાને 24 બોલમાં 26 રન બનાવવાના હતા ત્યારે પંડ્યાએ ફિફ્ટી સાથે રમી રહેલા હેનરિક ક્લાસેનને આઉટ કર્યો હતો. આ જ રીતે જ્યારે આફ્રિકાની ટીમને 6 બોલમાં 16 રન કરવાના હતા ત્યારે મિલર આઉટ કર્યો હતો.