Get The App

એક ટીમના બે કેપ્ટન? મુંબઈની જીત પાછળ રોહિતની હતી મહત્વની ભૂમિકા, હાર્દિકને કરી મદદ

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
એક ટીમના બે કેપ્ટન? મુંબઈની જીત પાછળ રોહિતની હતી મહત્વની ભૂમિકા, હાર્દિકને કરી મદદ 1 - image


Hardik Pandya and Rohit Sharma : અંતે મુંબઈ ઈન્ડિયન્સને સીઝનની પહેલી જીત મળી. સતત 3 મેચોમાં હાર બાદ હાર્દિક પંડ્યાની ટીમે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું. પરંતુ શું તમે જાણો છો કે મુંબઈ ઈન્ડિયન્સની જીત પાછળ 2 કેપ્ટનોની ભૂમિકા રહી? વાત એમ છે કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને રોહિત શર્માનો સાથ મળ્યો. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ વિરૂદ્દ ફીલ્ડિંગ લગાવવા અને બોલિંગની પસંદગીમાં હાર્દિક પંડ્યાની મદદ કરતા નજરે પડ્યા.

2 કેપ્ટનોએ મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી?

સોશિયલ મીડિયા પર ફેન્સનું કહેવું છે કે, ભલે રોહિત શર્મા કેપ્ટન ન હતા, પરંતુ જે રીતે તેમણે હાર્દિક પંડ્યાની મદદ કરી, તે ખુબ શાનદાર હતી. મુંબઈ ઈન્ડિયન્સને રોહિત શર્માના અનુભવનો ફાયદો મળ્યો. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સ સીઝનની પહેલી જીત મેળવવામાં સફળ રહી. જોકે, આ સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો. મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણય પર સતત સવાલ ઉઠતા રહ્યા. આ સિવાય સીઝનની પહેલી ત્રણ મેચોમાં સતત મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો. જ્યારબાદ આ ઓલરાઉન્ટર સતત ટિકાકારોના નિશાને હતો.

મુંબઈ ઈન્ડિયન્સને મળી સીઝનની પહેલી જીત

જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને સીઝનની પહેલી જીત મેળવી છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ પર 234 રનનો સ્કોર બનાવ્યો. જેના જવાબમાં ઋષભ પંતની આગેવાની વાળી દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 8 વિકેટ પર અંદાજિત 205 રન જ બનાવી શકી. આ રીતે હાર્દિક પંડ્યાની ટીમે 29 રનથી જીત મેળવી. હવે મુંબઈ ઈન્ડિયન્સ 4 મેચોમાં 2 પોઈન્ટ્સની સાથે આઠમાં નંબરે પહોંચી ગઈ છે. ત્યારે, દિલ્હી કેપિટલ્સ હાર બાદ 10માં નંબર પર સરકી ગઈ છે.


Google NewsGoogle News