કેપ્ટનશીપ ન મળતા હાર્દિક નારાજ ? સૂર્યાને ગળે મળ્યો પરંતુ Huddleમાં હાજર ન રહેતા અનેક તર્કવિતર્ક

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
કેપ્ટનશીપ ન મળતા હાર્દિક નારાજ ? સૂર્યાને ગળે મળ્યો પરંતુ Huddleમાં હાજર ન રહેતા અનેક તર્કવિતર્ક 1 - image

Hardik Pandya Absent In Team Hurdle:  ભારતીય ટીમે રોહિત શર્માના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યા બાદ બે ધુરંધરો રોહિત-કોહલીની જોડીએ ઈન્ટરનેશનલ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. રોહિતની વિદાય બાદ T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે સંભવિત હાર્દિક પાંડ્યાનું નામ આગળ ચાલી રહ્યું હતુ પરંતુ માત્ર ફિટનેસના કારણોસર હાર્દિકને પાછળ રાખીને સૂર્યકુમાર યાદવને યુવાબ્રિગેડની સુકાન આપવામાં આવતા ડ્રેસિંગરૂમમાં વાતાવરણ તંગ બનવાની આશંકા હતી.

IPLમાં MI તરફથી હાર્દિકની કેપ્ટન્સી હેઠળ રમ્યા બાદ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૂર્યકુમારના સુકાની પદ હેઠળ હાર્દિક પાંડ્યાએ રમવાની નોબત આવી છે. આ કપરી સ્થિતિને સંભાળવાની ભૂમિકા નવ નિયુક્ત હેડ કોચ ગૌતમ ગંભીરના શિરે આવિ છે. શ્રીલંકા સામેની T20 સીરિઝ પૂર્વે પ્રેક્ટિસ સેશન અગાઉ હાર્દિકે સૂર્યકુમાર યાદવને ગળે મળીને આ તમામ અટકળો પર અંત આણ્યો હોય તેવું મનાઈ રહ્યું હતુ પરંતુ વધુ એક ઘટનાક્રમે ટીમની અંદરની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે.

સૂર્યાની કેપ્ટન્સી અને ગંભીરના કોચ પદ હેઠળના આ પ્રથમ પ્રેક્ટિસ સેશન પૂર્વે સૂર્યાએ બોલાવેલ ભારતીય ટીમની પહેલી ટીમ હડલ(ઓન ગ્રાઉન્ડ મીટિંગ)માં હાર્દિક પંડ્યા નહોતો આવ્યો. આ ઘટનાક્રમે ફરી હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવના કેપ્ટન બનવાથી નારાજ હોવાની વાતે જોર પકડ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સોમવારે સૂર્યકુમારે ભારતના સત્તાવાર T20I કેપ્ટન તરીકે તેની પ્રથમ હડલ માટે ટીમને એકઠી કરી ત્યારે હાર્દિક ક્યાંય દેખાતો ન હતો.જોકે બાદમાં તે પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો. મેદાન પર આવેલા હાર્દિક સાથે મુખ્ય કોચ ભારતના ભૂતપૂર્વ વાઇસ-કેપ્ટન સાથે વાત કરી હતી.

વધુ એક રસપ્રદ ઘટના ત્યારે બની જ્યારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશન બાદ હોટલ પરત ફરી રહી હતી ત્યારે આગળની ફ્રન્ટ સીટ પર હાર્દિક પાંડ્યાની સાથે ગૌતમ ગંભીર બેઠેલો નજરે ચઢ્યો હતો. વાયરલ વીડિયોમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ક્યાંય દેખાયો નહોતો પરંતુ સંભવિત એ છેલ્લી સીટોમાં ક્યાંક બેઠો હતો.

હાર્દિકની ફિટનેસ ચિંતાનો વિષય :

BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અગાઉ એક સંયુકત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે, સૂર્યકુમાર યાદવની ફિટનેસ હાર્દિક પંડ્યા કરતા સારી છે.  હાર્દિક પંડ્યાને સતત ઈજાઓ થતી રહે છે. આ સિવાય સૂર્યકુમાર યાદવે બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે જ ચીફ સિલેક્ટર્સ અને હેડ કોચે સ્પષ્ટ કર્યું છે કે, હાર્દિક પંડ્યા એક મહત્વપૂર્ણ ખેલાડી છે, પરંતુ સૂર્યકુમાર યાદવ કેપ્ટનશિપ માટે વધુ સારો વિકલ્પ હતો. અગાઉ  T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા હતો.

આ પણ વાંચો: ભારતને જોરદાર ઝટકો, પેરિસ પેરાલિમ્પિક્સ પહેલા મધ્યપ્રદેશના 3 એથલીટ ડોપ ટેસ્ટમાં ફેલ


Google NewsGoogle News