Get The App

IPL 2024: હાર્દિકે બહાર નહોતો કર્યો, મજબૂરીમાં ઈમ્પેક્ટ પ્લેયર બન્યો રોહિત શર્મા, જાણો ઈનસાઈડ સ્ટોરી

Updated: May 4th, 2024


Google NewsGoogle News
IPL 2024: હાર્દિકે બહાર નહોતો કર્યો, મજબૂરીમાં ઈમ્પેક્ટ પ્લેયર બન્યો રોહિત શર્મા, જાણો ઈનસાઈડ સ્ટોરી 1 - image


Image: Facebook

Rohit Sharma: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા ઉતર્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચથી પહેલા ટોસ દરમિયાન જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ જણાવ્યુ તો ચાહકો માટે ચોંકાવનારુ હતુ. સોશિયલ મીડિયા પર આ માટે હાર્દિક પંડ્યાને ટ્રોલ પણ કરવામાં આવ્યો પરંતુ હવે તે કારણની ખબર પડી ગઈ છે. જેના કારણે રોહિત શર્માને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવુ પડ્યુ.

રોહિત શર્માની પીઠમાં તકલીફ

મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ જણાવ્યુ કે સલામી બેટ્સમેન રોહિત શર્માને પીઠ જકડાઈ જવાના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સની સામે મેચમાં ઈમ્પેક્ટ સબ રમવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. ચાવલાએ વાનખેડે સ્ટેડિયમમાં મેચ બાદ મીડિયાને કહ્યુ, 'તેને પીઠમાં તકલીફ હતી તેથી સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો'.

રોહિત શર્મા બેટિંગમાં નિષ્ફળ રહ્યો

ઈમ્પેક્ટ સબ તરીકે રમવા ઉતરેલો રોહિત 12 બોલમાં લગભગ 11 રન જ કરી શક્યો. રોહિત ક્રીજ પર સેટ થતો નજર આવી રહ્યો હતો. તેણે એક સિક્સર પણ મારી હતી પરંતુ સુનીલ નરેન સામે મોટો શોટ મારવાના પ્રયત્નમાં તેણે પવેલિયન ફરવુ પડ્યુ. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને કેકેઆરથી 24 રનની હારનો સામનો કરવો પડ્યો. તેના કારણે પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ વર્ષની આઈપીએલથી લગભગ બહાર થઈ ગઈ છે.

સન્માન માટે રમશે મુંબઈ

મુંબઈ ઈન્ડિયન્સની આ 11 મેચમાં આઠમી હાર છે જેનાથી હાર્દિક પંડ્યાની અધ્યક્ષતાવાળી ટીમ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. ચાવલાએ પણ સ્વીકાર કર્યો કે તે માત્ર હવે સન્માન માટે રમશે. તેણે કહ્યુ, 'અમે સન્માન માટે રમીશું કેમ કે જ્યારે તમે મેદાનમાં ઉતરતા હોવ તો તમે એ નથી વિચારતા કે તમે ક્વોલિફાય કરશો કે નહીં. તમારે તમારા નામ માટે રમવુ પડશે અને અમે આ માટે રમી રહ્યા છીએ'.


Google NewsGoogle News