આ ગુજરાતી ક્રિકેટર જ હતો કેપ્ટન, પરંતુ મહોર લાગી સૂર્યાના નામ પર... જાણો ક્યાં ‘ખેલ’ ક્યાં થયો

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
આ ગુજરાતી ક્રિકેટર જ હતો કેપ્ટન, પરંતુ મહોર લાગી સૂર્યાના નામ પર... જાણો ક્યાં ‘ખેલ’ ક્યાં થયો 1 - image

Hardik Pandya vs Suryakumar Yadav: શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં એવું તો શું થયું કે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી પણ ન સોંપાઈ? જે ખેલાડી T20 વર્લ્ડ કપ 2024માં  વાઈસ કેપ્ટન હતો તેની પાસેથી જૂની જવાબદારી કેમ છીનવાઈ ગઈ. આખરે, સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમના કેપ્ટન કેવી રીતે બન્યો? જ્યારે એક સમયે  રોહિતની નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યા T20 વર્લ્ડકપમાં કેપ્ટનશિપની રેસમાં આગળ હતો. ચાલો તેની વિગતવાર માહિતી મેળવીએ......

એક અહેવાલ અનુસાર સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનવા માટે ત્રણ લોકોની મંજૂરી ખૂબ જ જરૂરી હતી. જેમાં રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો સમાવેશ થાય છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 અને વનડે ટીમની જાહેરાત બાદ બીસીસીઆઈની વધુ બે દિવસ સુધી બેઠક મળી હતી. બંને દિવસે બેઠક ઓનલાઈન થઈ હતી. 

આ પણ વાંચો: ના હોય! પંત દિલ્હી કેપિટલ્સનો સાથ છોડશે? IPLની સૌથી ધુરંધર ટીમમાં જોડાશે!

પહેલેથી નક્કી હતું કે હાર્દિક જ કેપ્ટન રહેશે

બીસીસીઆઈની આ મીટિંગમાં ભારતીય T20 વર્લ્ડકપ ટીમના કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, અને ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીર હાજર હતા. મીટિંગમાં પહેલા નક્કી કરાયું હતું કે હાર્દિક પંડ્યા T20 ફોર્મેટના કેપ્ટન કરશે. પરંતુ જયારે એ માહિતી સામે આવી કે હાર્દિક વનડેમાં રમવા માંગતો નથી. જેનું કારણ તેને પોતાની અંગત સમસ્યા ગણાવી હતી. ત્યારબાદ નક્કી કરાયું કે ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: ભગવાને મારા માટે અલગ વિચાર્યું હતું, વર્લ્ડકપ જીતનાર ટીમમાં રમાડવો હતો: અક્ષર પટેલ

ગંભીરે કેપ્ટન માટે સૂર્યકુમારનું નામ આગળ કર્યું

અહેવાલ અનુસાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સૂર્યકુમાર યાદવ અંગે સહમત હતા. બાદમાં જ્યારે ગૌતમ ગંભીરને કેપ્ટનશિપના દાવેદાર અંગે પૂછવામાં આવ્યું તો તેણે સૂર્યાનું નામ સૂચવ્યું હતું. ખેલાડીઓ તરફથી મળેલો પ્રતિસાદ પણ સૂર્યકુમાર યાદવની તરફેણમાં ગયો હતો.

શુબમન ગિલને કેમ વાઇસ કેપ્ટન બનાવાયો?

હાર્દિકે હાલમાં વનડેમાં રમવાનો ઇનકાર કરતા બીસીસીઆઈએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને શુબમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. તેનું એક કારણ તેની ઉંમર છે. રોહિત શર્મા હાલમાં 37 વર્ષનો છે. અને T20ના નવા કેપ્ટન સૂર્યાની ઉંમર 33 વર્ષ છે. જયારે શુભમન ગિલ હાલમાં 24 વર્ષનો છે. આ સ્થિતિમાં ગિલ પાસે કેપ્ટનશિપને ધ્યાનમાં રાખીને વધુ પરિપક્વ બનવાની તક છે.


Google NewsGoogle News