Get The App

ધોનીએ આવું જ કરવું હોય તો રમવું જ ના જોઈએ: બરાબરનો ભડક્યો હરભજનસિંહ

Updated: May 6th, 2024


Google NewsGoogle News
ધોનીએ આવું જ કરવું હોય તો રમવું જ ના જોઈએ: બરાબરનો ભડક્યો હરભજનસિંહ 1 - image


Image Source: Twitter

MS Dhoni CSK: મહેન્દ્ર સિંહ ધોની CSK અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન છે. ધોનીએ IPL 2024 પહેલા CSKની કેપ્નશિપ છોડી દીધી હતી. કેપ્ટનશિપ છોડ્યા બાદ ધોની અલગ જ રંગમાં નજર આવી રહ્યો છે. તેણે 200થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. જોકે, આ રેકોર્ડ છતાં તે 5 મેં રવિવારના રોજ પંજાબ સામે નંબર 9 પર બેટિંગ કરવા આવ્યો હતો. હવે આ વાતથી પૂર્વ ભારતીય ક્રિકેટર્સ હરભજન સિંહ અને ઈરફાન પઠાણ નાખુશ છે. 

ધોનીએ આવું જ કરવું હોય તો રમવું જ ન જોઈએ

હરભજન સિંહે કહ્યું કે, જો ધોનીએ નંબર 9 પર બેટિંગ કરવી હોય તો તેણે ન રમવું જોઈએ. તેના સ્થાને ટીમ ફાસ્ટ બોલરની પસંદગી કરે તે સારું રહેશે. તે નિર્ણય લેનારો વ્યક્તિ છે અને તેણે બેટિંગ માટે ન આવી પોતાની ટીમને નીચી દેખાડી છે. શાર્દુલ ઠાકુર તેનાથી પહેલા બેટિંગ કરવા આવ્યો. શાર્દુલ ક્યારેય પણ ધોની જેવા શોટ્સ ન લગાવી શકે. અને મને એ નહીં સમજાયું કે, ધોનીએ આ ભૂલ કેમ કરી. તેની મંજૂરી વિના કંઈ નથી થતું. હું એ માનવા તૈયાર નથી કે, તેને નવમાં નંબર પર બેટિંગ કરાવવાનો નિર્ણય કોઈ બીજાએ લીધો હતો. 

હરભજન સિંહે આગળ કહ્યું કે, CSKનો ઝડપથી રન બનાવવાની જરૂર હતી અને ધોનીએ આ છેલ્લા ગેમમાં કર્યું હતું. આ ચોંકાવનારું હતું કે, પંજાબ સામે મહત્વપૂર્ણ મેચમાં તે બેસી રહ્યો. ભલે આજે CSK જીતી ગયું પરતુ હું ધોનીની ટિકા કરીશ. લોકો ભલે ગમે તે કહે પરંતુ હું એ જ કહીશ જે સાચુ છે. 

MS ધોનીનું નંબર નવ પર બેટિંગ કરવું એ CSKને કામ નહીં આવશે

આ મુદ્દે પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનો અભિપ્રાય પણ આવો જ હતો. પઠાણે કહ્યું કે, MS ધોનીનું નંબર નવ પર બેટિંગ કરવું એ CSKને કામ નહીં આવશે. તેનાથી ટીમનું ભલું નથી થવાનું. ધોનીએ પોતાના ઉપર બેટિંગ કરવાની જવાબદારી લેવી જોઈએ. તેણે 4 કે 5 ઓવર તો બેટિંગ કરવી જ જોઈએ. તે છેલ્લી ઓવર અથવા છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવે છે અને તે CSKને કામ નહીં આવશે. 

પઠાણે આગળ કહ્યું કે, CSK પ્લેઓફમાં પહોંચી ગઈ છે. સારા ફોર્મમાં ચાલી રહેલા એક સીનિયર ખેલાડી તરીકે પહેલા બેટિંગ કરવી જોઈએ. તે સતત એ જ વસ્તુનું પુનરાવર્તન ન કરી શકે જે પહેલા પણ કરી ચૂક્યો છે. જોકે, તેણે મુંબઈ સામે પ્રભાવ છોડ્યો હતો. પરંતુ અહીં જ્યારે ટીમને જરૂર છે ત્યારે તમે શાર્દુલને પોતાના પહેલા ન મોકલી શકો. તમે ધોનીને નંબર 9 પર બેટિંગ કરતા ન જોઈ શકો. સમીર રિઝવી પણ 15 ઓવર સુધી પેડ કરીને બેઠો હતો. તેમણે કોઈ ઉકેલ લાવવો પડશે. કોઈકે તો ધોનીને કહેવું પડશે કે, માની જા ભાઈ. કમ સે કમ ચાર ઓવર તો બેટિંગ કરો. 

ધોનીએ આ સિઝનમાં 55ની એવરેજ અને 224.48ની સ્ટ્રાઈક રેટ સાથે નવ ઈનિંગ્સ રમી છે. ધોની આ સિઝનમાં અત્યાર સુધી માત્ર બે વાર જ આઉટ થયો છે.



Google NewsGoogle News